ડાંગ: ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવા તરફથી ઈંટનો જથ્થો ભરી ટાંકલીપાડા ગામ તરફ જઈ રહેલી એક ટ્રકનો મોગરા ગામથી ટાંકલીપાડાને જોડતા આંતરિક માર્ગ પર અચાનક બ્રેક ફેઈલ થઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ બનાવમાં ટ્રકના ભાગો સહિત તેમાં ભરેલ ઈંટનો જથ્થો વિખરાઈને તૂટી જતા જંગી નુકસાન પહોંચ્યું છે જ્યારે ટ્રકચાલકને નજીવી ઇજાઓ પહોંચી છે.