- ડાંગ જિલ્લામાં અત્યાર સુધી 28598 વ્યક્તિઓના કોરોનાં ટેસ્ટ કરાયા છે
- 133 વ્યક્તિઓ સાજા થઈ જતાં તેઓને રજા અપાઈ છે
- જિલ્લાના નાગરિકના કોરોનાના કારણે એક પણ મૃત્યુ નોંધાયા નથી
ડાંગઃ આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસો સૌથી ઓછા નોંધાવા પામ્યા છે. આ સાથે જ આ જિલ્લામાં કોરોના વાઈરસના કારણે એકપણ મૃત્યુ નોંધાયા નથી. ગયા મહિનામાં પંચમહાલ જિલ્લાના રહેવાસી 42 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તે પહેલાં મૃત્યુ થયું હતું. આ મૃત્યુનો કેસ આરોગ્ય વિભાગ દ્વારા નોંધવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટૂ હાઉસ સર્વે કરાય છે
ડાંગ જિલ્લામાં હાલમાં 8 કેસો આહવા સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ છે. જ્યારે એક્ટિવ કેસોના રહેણાંક વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લાના કન્ટેઈનમેન્ટ ઝોન મેડીકલ કોલોની (આહવા), પોલીસ લાઈન (આહવા), જાગૃતિ સોસાયટી (આહવા), પટેલ પાડા (આહવા) ગામમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈ સરવેની કામગીરી કરવામાં આવી છે. આમાં ILI (0 case), અને SARI (0 Case) કોઈ કેસ મળ્યો નથી અને કોઈ સેમ્પલ લેવામાં આવ્યા નથી.