ETV Bharat / state

ડાંગના બીજા કોરોના પોઝિટિવ આવેલા દર્દીને સારવાર બાદ રજા આપાઇ - Dang News

ડાંગ જિલ્લામાં વઘઇ તાલુકાના ભેંડમાળ ગામના વતની અને કોરોના પોઝિટિવ લક્ષણો ધરાવતી યુવતિ નેહાબેન શશીકાંત ગાવિતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શામગહાન સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર દરમિયાન તેમને રજા આપવામાં આવી હતી.

ડાંગના બીજા કોરોના પોઝિટિવ આવલા દર્દીને સારવાર દરમિયાન રજા આપાઇ

author img

By

Published : May 10, 2020, 7:28 PM IST

ડાંગઃ જિલ્લાના બીજા કોરોના પોઝિટિવ દર્દી નેહાબેન ગાવીત સાજા થઇ જતા તેણીને રજા આપવામાં આવી હતી. નેહા ગાવિતે કોરોના વાઇરસ ડૉક્ટર, નર્સ સહિત સ્ટાફ ટીમ શામગહાનનો આભાર વ્યક્ત કર્યો હતો.

ડાંગના બીજા કોરોના પોઝિટિવ આવલા દર્દીને સારવાર દરમિયાન રજા આપાઇ
ડાંગના બીજા કોરોના પોઝિટિવ આવલા દર્દીને સારવાર દરમિયાન રજા આપાઇ
કોરોના પોઝિટિવ દર્દીની સારવાર કરનારા શામગહાન CHC ડૉ.ચિંતન ડાંખરાએ જણાવ્યુ હતું કે, કોરોના મુક્ત થયેલા દર્દી સમાજમાં સામાન્ય માણસની જેમ જીવન જીવી શકે છે. તેની સાથે સારો વ્યવહાર થવો જોઇએ. કોરોનાથી ડરવાની કોઇ જરૂર નથી.

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ભેંડમાળ ગામના વતની અને પોઝિટિવ લક્ષણો ધરાવતી યુવતિ નેહાબેન શશીકાંત ગાવિતનો રિપોર્ટ પોઝિટિવ આવતા શામગહાન સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આઇસોલેશનમાં રખાયા હતા.

ડાંગ કલેક્ટર એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા આ યુવતિને શામગહાન ખાતે સરકારની ગાઇડલાઇન મુજબ 14 દિવસ સુધી સંપૂર્ણ સારવાર આપવામાં આવી હતી.

ફક્ત એકવાર કોરોના પોઝિટિવ લક્ષણ આવ્યા બાદ આજદિન સુધી નેહાબેનના તમામ રિપોર્ટ નેગેટીવ આવતા પ્રશાસન, પોલીસ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં તેઓને ઉત્સાહભેર રજા આપવામાં આવી હતી. જે ડાંગ માટે આનંદનો દિવસ બની રહ્યો હતો.

શામગહાન સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડ ડૉ.મિલન પટેલે જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ ડાંગનો બીજો કેસ અમારી પાસે આવતા અમારી ટીમ દ્વારા સંપૂર્ણ કાળજી લેવાઇ હતી. આ દર્દીમાં કોરોનાને લગતા કોઇપણ સિમ્ટમ્સ જણાયા નથી. પરંતુ વિશ્વ વ્યાપી બનેલા કોરોના વાઇરસને હરાવવા નિયત કરાયેલા દિવસ દરમિયાન સારવાર માટે દાખલ રહેવું પડે છે.

કોવિડ-19ના ડૉ. ચિંતન ડાંખરાએ જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ બે દર્દીઓ અહીં સારવાર હેઠળ હતા. તેઓના બધા જ રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ આ રોગના કોઇપણ ચિન્હ તેમનામાં જણાયા નથી. જેથી નિયમો અનુસાર બીજા દર્દીને રજા અપાઇ છે.

ડાંગના બીજા પોઝિટિવ દર્દી સાજા થતા સામુહિક આરોગ્ય કેન્દ્ર, શામગહાન ખાતેથી વિદાય આપવાના અવસરે નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.કવા, સાપુતારા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ.એલ.ડામોર, માજી ધારાસભ્ય મંગળભાઇ ગાવિત, ડૉ. મિહિર ટંડેલે નેહાબેનને ગુલાબનું ફુલ આપી આનંદ વ્યક્ત કર્યો હતો.

સ્ટાફ નર્સ નીતા ઠાકરે, સુનંદા ગાયકવાડ, શંકરભાઇ વાધમારે સહિત તમામ આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કોરોના વાઇરસ ડૉક્ટરો, સ્ટાફ નર્સ સહિત તમામ વ્યક્તિઓને નેહાબેને આભાર વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.