- કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
- આચાર સંહિતાના ચુસ્ત પાલનની જવાબદારી જિલ્લા નોડલ અધિકારીઓની
- જિલ્લાનાં વિવિધ અધિકારીઓએ આપી હતી હાજરી
ડાંગ: કલેકટરની અધ્યક્ષતામાં આદર્શ ચૂંટણી આચાર સંહિતા અંગેની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિવાસી અધિકારી કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, તા.23-01-2021 ના રોજ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તે મુજબ ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો અને જિલ્લાના ત્રણ તાલુકાની કુલ 16-16 બેઠકોની ચૂંટણીઓ તા.28-02-2020ના રોજ યોજાનાર છે.
ચૂંટણી દરમ્યાન અધિકારીઓ રાખશે વિશેષ કાળજી
કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયાએ જણાવ્યું હતું કે જિલ્લા અને તાલુકામાં સામાન્ય ચૂંટણીઓ જાહેર થઇ છે. ત્યારે આચાર સંહિતાનો ચુસ્તપણે પાલન કરવા માટે જિલ્લાના નોડલ અધિકારીઓને અનુરોધ કરાયો હતો. રાજ્ય ચૂંટણીપંચ દ્વારા અગામી તા.28-02-2021મી તારીખે જિલ્લા તેમજ તાલુકાની ચૂંટણીઓ યોજાનાર છે. આ સાથે જિલ્લાના અધિકારીઓ ચૂંટણીના સમય દરમ્યાન ચુસ્તપણે પાલન કરે અને કોઈપણ જાતના બનાવ ન બને તેની વિશેષ કાળજી લેવાની રહશે.
શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજવા અધિકારીને સૂચનો કરાયા
સરકારી તિજોરી અથવા જિલ્લા તેમજ તાલુકા પંચાયત ઉપર પ્રતિબંધ રહશે. શાંતિપૂર્ણ અને સુચારુ મતદાન સુનીચિત્ત કરવા જિલ્લાના તમામ ચૂંટણી અધિકારીઓ અને ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓએ સહકાર આપવાનો રહશે. આ બેઠકમાં જિલ્લા પ્રયોજન અધિકારી કે.એચ.ભગોરા, પ્રાંત અધિકારી કાજલ ગામીત, નાયબ પોલીસ અધિક્ષક પી.જી.પટેલ. અધિક આરોગ્ય નિયામક સંજય શાહ, માર્ગ મકાન અધિકારી એસ.આર.પટેલ, પાણી પુરવઠા અધિકારી ડી.બી.પટેલ તેમજ જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.