ETV Bharat / state

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારામાં સહેલાણીઓની ભીડ ઉમટી - Natural beauty

ગુજરાત રાજ્યનું ગિરિમથક સાપુતારા અનલોક થતાં જ અહીં પ્રવાસીઓની ભીડ ઉમટી પડી છે. કુદરતી સૌંદર્યની મઝા માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. છેલ્લા અઠવાડિયાથી હોટેલોનું બુકિંગ પણ વધ્યું છે સાથે જ પ્રવાસીઓનાં કારણે સ્થાનિક લોકો રોજગારી પણ મેળવી રહ્યા છે.

xxx
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારામાં સહેલાણીઓની ભીડ ઉમટી
author img

By

Published : Jun 16, 2021, 8:22 AM IST

  • રાજ્યનાં ગિરિમથક સાપુતારામાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
  • લોકડાઉનથી ત્રાસી ગયેલ પ્રવાસીઓ મઝા માણવા સાપુતારા પહોંચ્યાં
  • પ્રવાસીઓનાં કારણે સ્થાનિક લોકોને રોજગારી

સાપૂતારા: રાજ્ય સહિત ડાંગ જિલ્લામાં કોરોનાનાં કેસોમાં ઘટાડો થતાં જ સાપુતારા ધમધમતું થયું છે. તંત્ર દ્વારા જોવાલાયક સ્થળો અનલોક કરતાં મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. છેલ્લાં 2 મહિનાથી સાપુતારામાં લારી ગલ્લા એસોસિએશને સ્વૈચ્છિક બંધનો નિર્ણય કર્યો હતો. હોટલોમાં નહિવત બુકિંગ જોવા મળતું હતું. પરંતુ છેલ્લા અઠવાડિયાથી હોટેલો હાઉસફુલ જોવા મળે છે.

સાપુતારા અનલોક થતાં હોટેલોનું બુકિંગ વધ્યું

શિલ્પી હોટેલ મેનેજર આનંદ કુમાર ઝા જણાવે છે કે ગત મહિનાઓમાં ફેલાયેલી કોરોનાં મહામારી દરમિયાન હોટેલના બુકિંગ કેન્શલ થતાં હતાં. પરંતુ હાલ શહેરોમાં કોરોનાનાં કેસો હળવા થતાં હોટેલના બુકિંગ માં વધારો થયો છે. છેલ્લાં એકવર્ષ થી હોટેલો નાં ધંધા ઉધોગ હવે થાળે પડી રહ્યા છે. સરકાર ની ગાઈડલાઈનનું તેઓ અનુસરણ કરી રહ્યા છે જેમાં પેરા ગલાઈડિગ વગેરે એડવેન્ચર એક્ટિવિટીઓ ખુલી છે પરંતુ સ્વિમિંગ પુલ તેમજ જિમ ને પરવાનગી આપવામાં આવી નથી પરંતુ બોટીંગ ખુલ્લું હોવાથી પ્રવાસીઓ બોટીંગ ની મઝા માણી રહ્યા છે.

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારામાં સહેલાણીઓની ભીડ ઉમટી

આ પણ વાંચો : સાપુતારા બોર્ડર પર RT-PCR રિપોર્ટ હશે તો જ વાહનચાલકોને પ્રવેશ અપાશે

સુરતિઓની વિકેન્ડ રજા માટે સાપુતારા પહેલી પસંદ

ગિરિમથક સાપુતારા સુરતથી નજીક હોવાનાં કારણે સુરતીઓ મોટી સંખ્યામાં વિકેન્ડની મઝા માટે સાપુતારામાં આવતાં હોય છે. સુરત હોસ્પિટલમાં કોરોનાં દર્દીઓની સારવાર કરી રહેલા ડો.વિધિ જણાવે છે કે હાલ કોરોનાં કેસોમાં ઘટાડો થતાં તેઓ માનસિક શાંતિ માટે સાપુતારા આવ્યા છે. કોરોનાં ડ્યૂટીનાં કારણે તેઓ સાપુતારામાં માનસિક શાંતિ અનુભવી રહ્યા છે. સાથે જ અન્ય એક સુરતની મહિલા દક્ષિતા સુથરીયા જણાવે છે કે કુદરતી સૌંદર્ય થી ભરપૂર સાપુતારા ફરવા લાયક જગ્યા છે. અહીં ફરવાની ખૂબ જ મઝા આવે છે. કુદરતી સૌંદર્ય જોવું હોય તો તે ફક્ત સાપુતારા માં જોવા મળે છે.

આ પણ વાંચો : ડાંગમાં ગિરિમથક સાપુતારા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ

પ્રવાસીઓનાં કારણે નાનાં ધંધા રોજગાર ચાલું થયાં

છેલ્લા 2 મહિનાથી સ્વૈચ્છિક લોક ડાઉનનું પાલન કરી રહેલા સ્થાનિક નાનાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર ચાલું કર્યા છે. કોરોનાંનાં કેસોમાં ઘટાડો થતાં હાલ નાનાં વેપારીઓના ધંધા રોજગાર ચાલું થતાં તેઓમાં પણ ખુશી જોવા મળી રહી છે. ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી મહોલે વિરામ લેતાં. ગિરિમથક સાપુતારાનાં ટેબલપોઈંટ, ઈકોપોઈંટ, સ્વાગત સર્કલ સહિત બાગ બગીચાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.