ETV Bharat / state

ડાંગનાં શામગહાન ખાતે ટેમ્પોની બ્રેક ફેઈલ થતાં કારને ટક્કર, કોઇ જાનહાનિ નહિ - Accident News

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં શામગહાન ખાતે બ્રેક ફેઈલ આઈસર ટેમ્પાએ માર્ગની સાઈડમાં ઉભેલી કાર સાથે અથડાવતા સ્થળ પર ખાલી કાર પલ્ટી મારી જવાની સાથે મોટી દુર્ઘટના ટળી હતી.

author img

By

Published : Feb 12, 2021, 3:44 PM IST

  • શામગહાન ખાતે આઇસર ટેમ્પોની બ્રેક ફેઈલ થઈ
  • બ્રેક ફેઈલ થતાં ટેમ્પો કાર સાથે અથડાતાં મોટી દુર્ઘટના ટળી
  • ટેમ્પોના અડફેટે કાર આવતા અકસ્માત સર્જાયો

ડાંગઃ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં શામગહાન ખાતે બ્રેક ફેઈલ આઈસર ટેમ્પાએ માર્ગની સાઈડમાં ઉભેલી કારને ધડાકાભેર અથડાવતા સ્થળ પર ખાલી કાર પલ્ટી મારી જવાની સાથે મોટી દુર્ઘટના ટળી હતી.

બ્રેક ફેઈલ થતા અકસ્માત સર્જાયો

ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ આજરોજ નાસિક તરફથી માલસામાનનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો જેની સાપુતારાથી વઘઇને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં શામગહાન ગામ ખાતેનાં ઉતરાણમાં અચાનક બ્રેક ફેઈલ થતા બેકાબુ બની માર્ગની સાઈડમાં પાર્કિંગ કરાયેલા કારને પાછળનાં ભાગે ધડાકેભેર અથડાવતા ઘટના સ્થળે કાર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.

રસ્તાની બાજુમાં ઉભેલા કારને ટક્કર, કોઈ જાનહાનિ નહિ

શામગહાનમાં રસ્તાની બાજુમાં ઉભેલા કારમાં કોઈ વ્યક્તિ સવાર ન હોય મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પાને બોનેટનાં ભાગે નજીવુ નુકસાન થયુ હતુ, જ્યારે કારને જંગી નુકસાન થયુ હતુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.