- ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં 2019/20 શિક્ષકોની ભરતી
- શિક્ષકો માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેમ્પ યોજાયો
- જિલ્લા શિક્ષણ અધિકારી સહિત નોડેલ ઓફિસર વિ.ડી.દેશમુખે અરજદારોને આવકાર્યા
ડાંગઃ જિલ્લામાં જિલ્લા શિક્ષણ અધિકારી એમ.સી.ભૂસારાનાં અધ્યક્ષતામાં આહવા ખાતે ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષક ભરતી 2019/20 માટે ડોક્યુમેન્ટ વેરીફીકેશન કેમ્પ યોજાયો હતો. ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓ માટે કુલ 62 જેટલા ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવાનુ હતુ.જે પૈકી આજરોજ 50 જેટલા ઉમેદવારો હાજર હતા. જેમાથી ઓનલાઇન વેરીફિકેશન 49 અરજદારોનુ કરવામા આવ્યુ હતુ. ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓની શિક્ષક ભરતીના ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ બે ટીમો બનાવી અરજદારોનાં ડોક્યુમેન્ટ વેરીફાઇ કરાવવાની કામગીરી કરવામાં આવી હતી.
કાર્યક્રમાં મહેમાનો ઉપસ્થિત રહી અરજદારોને આવકાર્યા
ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક શાળા શિક્ષક ભરતી માટેનાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેમ્પમાં ઈ.આઈ.વિજયભાઈ દેશમુખ,સુનીલભાઇ બાગુલ આચાર્ય પીપલદહાડ ઉચ્ચ માધ્યમિક શાળા, અમરશીભાઇ ગાંગોડા (એ.ઇ.આઇ.) જી.આર.ગાંગોડા, આચાર્ય બોરખલ ઉચ્ચ માધ્યમિક શાળા તથા કે.એમ.પરમાર(એ.ઇ.આઇ.)નાઓએ ઉપસ્થિત રહી અરજદારોના ડોક્યુમેન્ટની ચકાસણી કરી હતી. આ સદર કેમ્પમાં રાકેશભાઇ કે પ્રજાપતિ (સેક્શન અધિકારી) કમીશનર ઓફ સ્કુલ ગાંધીનગર અને તેમની ટીમ પણ મોનીટરીંગ માટે હાજર રહી હતી.