આહવાઃ લોકડાઉન દરમિયાન અનેક લોકો વિવિધ રાજ્યોમાં ફસાયા છે. એવામાં કેટલાક મજૂરો વતન પરત ફરવા પગપાળા નીકળી પડ્યા છે. મહારાષ્ટ્ર રાજ્યમાંથી મજૂરી કામ કરી પરત ફરતા મજૂરોને બોર્ડર ઉપર સાપુતારા પોલીસે ઝડપી પાડ્યા હતા.
ડાંગ જિલ્લાના નિંમ્બારપાડા, મોટોચર્યા, કાચનપાડા, ગુદીયા ગામના 17 મજુરો જેઓ મહારાષ્ટ્ર રાજ્યમાંથી મજૂરી કામ કરી પરત ફરતા બોર્ડર ઉપર સાપુતારા પોલીસે ઝડપી પાડ્યા હતા.
ડાંગ જિલ્લાના નિંમ્બારપાડા, મોટોચર્યા, કાચનપાડા, અને ગુદીયા ગામના 17 મજુરો જેઓ મહારાષ્ટ્ર રાજ્યમાંથી મજુરી કામ કરી જંગલની પગદંડી માર્ગે ડાંગ જિલ્લામાં પરત ફરી રહ્યાં હતાં. ત્યારે સાપુતારા પોલીસે તેઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રોજ રોજ આ રીતના જંગલની પગદંડી માર્ગે ડાંગના મજુરો જેઓ મહારાષ્ટ્ર રાજ્યમાં દ્રાક્ષની વાડીના કામ અર્થે ગયા હતાં, તેઓ મોટી સંખ્યામાં પરત ફરી રહ્યાં છે.
સમગ્ર દેશમાં અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે લોકો જયાં હોય ત્યાં જ રોકાઇ જવાના બદલે વતનની વાટ પકડી રહ્યાં છે. આ બાબતે મહારાષ્ટ્ર રાજ્યની પોલીસ દ્વરા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતી હોય તે સાફ જણાઇ આવે છે.
ડાંગ જિલ્લામાં કોરોનાનો બીજો કેસ નોધાયો છે. ત્યારે પોલીસ અન્ય રાજ્યમાંથી આવનાર લોકો ઉપર ચાંપતી નજર રાખી રહી છે. ચોરી છુપીથી જંગલના પગદંડી માર્ગે પોતાના વતનમાં પાછા ફરતા મજુરોને સાપુતારા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.