- જિલ્લામાં શુક્રવારે 11 નવા પોઝિટિવ કેસ નોંધાયા
- 1 મોત નિપજતા કુલ મુત્યુઆંક 15 પર પહોંચ્યો
- કુલ એક્ટિવ કેસનો આંકડો 371 ઉપર પહોંચ્યો
ડાંગ: જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. ડાંગ જિલ્લામાં શુક્રવારે વધુ 11 પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંકડો 371 પર પહોંચ્યો છે. જ્યારે કોરોનાથી વધુ એક દર્દીનું મોત નિપજતા કુલ મૃત્યુઆંક 15 પર પહોંચ્યો છે.
જિલ્લામાં 11 પોઝિટિવ કેસ, એક્ટિવ કેસ 58
ડાંગ જિલ્લાના રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. ડી.સી ગામીતનાં જણાવ્યા અનુસાર, શુક્રવારે જિલ્લામાં વધુ 11 વ્યક્તિઓનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે 1 વ્યક્તિનું કોરોનાનાં કારણે મોત નિપજ્યું છે. શુક્રવારે ડાંગ જિલ્લામાં આહવાના 65 વર્ષીય વૃદ્ધ, આહવાની 80 વર્ષીય વૃદ્ધા, ભવાનગઢના 59 વર્ષીય વૃદ્ધ, આહવાની 33 વર્ષીય મહિલા, ચીકારનો 47 વર્ષીય પુરુષ, આહવાની 65 વર્ષીય વૃદ્ધા, સાતબાબલાનો 54 વર્ષીય પુરુષ, આહવાની 64 વર્ષીય વૃદ્ધા, શામગહાનનો 64 વર્ષીય વૃદ્ધ, માલેગામનો 65 વર્ષીય વૃદ્ધ, ગોટીયામાળની 40 વર્ષીય મહિલાનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા વધુ તજવીજ હાથ ધરવામાં આવી હતી.
1 દર્દીનું કોરોનાથી મોત, કુલ મુત્યુઆંક 15 પર પહોંચ્યો
ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ આંકડો 371 પર પોહચ્યો છે.જેમાંથી 313 દર્દીઓ સાજા થઈ જતા રજા આપવામાં આવી છે. જ્યારે આજરોજ વધુ એક વ્યક્તિનું મોત નોંધાતા કુલ મૃત્યુનો આંકડો 15 પર પોહચ્યો છે.આજની તારીખે 58 જેટલા એક્ટિવ કેસો હોય જે સારવાર હેઠળ રખાયા છે.