આજે મંગળવારે ડાંગ જિલ્લામા દસ દર્દીઓને રજા અપાઈ
નવા 10 કેસ સાથે કુલ કેસ 603, એક્ટિવ કેસ 80
જિલ્લામાં અત્યાર સુધી 24 વ્યક્તિઓના કોરોનાં નાં કારણે મોત
ડાંગ: જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામાં કુલ 603 કેસો નોંધાયા જે પૈકી 523 દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે 80 કેસો એક્ટિવ છે.
ડાંગ જિલ્લાનાં 80 એક્ટિવ કેસો પૈકી 10 દર્દીઓ આહવા સિવિલમાં સારવાર હેઠળ
એક્ટિવ કેસો પૈકી 10 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમાંં, 6 દર્દીઓ કોવિડ કેર સેન્ટર(સેવાધામ) ખાતે અને 64 દર્દીઓને હોમ આઇસોલેશનવામાં આવ્યા છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 823 વ્યક્તિઓને હોમ કવોરન્ટાઈન કરાયા છે. જ્યારે 9856 વ્યક્તિઓના હોમ કવોરન્ટાઈન પૂર્ણ થયા છે.
જિલ્લામાં 95 કન્ટેમમેન્ટ ઝોન નિયત કરાયાં સાથે આજરોજ 271 સેમ્પલ કલેક્ટ કરાયાં
જિલ્લામાં કુલ 95 કન્ટેઈનમેન્ટ ઝોન નિયત કરાયા છે. જેમાં 307 ઘરોને આવરી લઈ 1363 વ્યક્તિઓને કવોરન્ટાઈન કરાયા છે. જ્યારે 90 બફર ઝોનમાં 502 ઘરોને સાંકળી લઈ 2165 લોકોને કવોરન્ટાઈન કરવામાંં આવ્યા છે. ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી 61 RT PCR અને 160 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 271 સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી 61 RT PCRના રિપોર્ટ પેન્ડિંગ રહેયા છે. જિલ્લામાં આજદિન સુધી કુલ 47,649 સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 46,985 નેગેટીવ રહ્યા છે.
જિલ્લામાં નોંધાયેલા 10 કોરોના પોઝિટિવ દર્દીઓ
આજે નોંધાયેલા 10 પોઝિટિવ કેસોમાં આહવા ખાતે 5, તથા સાકરપાતળ, ભુર્ભેન્ડી, ગૌરયા, સરવર, અને પીપલદહાડ ખાતે એક-એક કેસ નોંધાયા છે.