- રેમડેસીવીર કોરોનાનો અકસીર ઈલાજ નથીઃ તબીબ
- દરેક દર્દીને ઇન્જેક્શન આપવું આવશ્યક નથી
- રેમડેસીવીરની સાઈડ ઇફેટ્સ છે
દમણ :- રેમડેસીવીરના આડેધડ વપરાશ અંગે ચેતવતા ડોક્ટરોએ જણાવ્યું હતું કે, રેમડેસીવીર ઈન્જેકશનથી શારીરિક રીતે સાઈડ ઈફેક્ટ થાય છે તેમજ દર્દીના માથે ખોટા ખર્ચનો બોજો આવે છે. કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓએ રેમડેસીવીર અને ટોસિલીઝુમેબ જેવા ઇન્જેક્શનનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઇન્જેક્શનનો જરૂર વિના ઉપયોગ કરવાથી દર્દીઓની કીડની અને લીવરને નુકસાન થાય છે.
આ પણ વાંચોઃ એસ્ટ્રાજેનેકા રસીના સંશોધનમાં રસી 79 ટકા અસરકારક નિવડી
રેમડેસીવીર ઇન્જેક્શન એ કોરોનાના માત્ર 10 ટકા લોકોને જ આપવું પડતું હોય છે
કોરોનાની બીજી લહેરમાં રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા લોકો લાંબી લાઈનો અને કાળા બજારનો ભોગ બની રહ્યા છે. ત્યારે દમણના જાણીતા તબીબ ડૉ. મયુર મોડાસિયા એ જણાવ્યું હતું કે, રેમડેસીવીર ઇન્જેક્શન એ કોરોનાના માત્ર 10 ટકા લોકોને જ આપવું પડતું હોય છે. બાકીના દર્દીઓ ઇન્જેક્શન વગર ઓક્સિજનથી જ સારા થઈ જાય છે.
![ક્યારે અને કેવા દર્દીને આપવામાં આવે છે રેમડેસીવીર? જાણો નિષ્ણાંત પાસેથી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-02-temdesivir-opinion-pkg-gj10020_12052021124054_1205f_1620803454_873.jpg)
ઇન્જેક્શનનો જરૂર વિના ઉપયોગ કરવાથી દર્દીઓની કીડની અને લીવરને નુકસાન થાય છે
રેમડેસીવીર એવા લોકોને જ આપવા માટે છે, જેમનું ઓક્સિજન લેવલ ઘટ્યું હોય, બાકીના દર્દીઓને તેનાથી સાઈડ ઇફેક્ટ થઈ શકે છે. કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓએ રેમડેસિવિર અને ટોસિલીઝુમેબ જેવા ઇન્જેક્શનનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઇન્જેક્શનનો જરૂર વિના ઉપયોગ કરવાથી દર્દીઓની કીડની અને લીવરને નુકસાન થાય છે.
![ક્યારે અને કેવા દર્દીને આપવામાં આવે છે રેમડેસીવીર? જાણો નિષ્ણાંત પાસેથી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-02-temdesivir-opinion-pkg-gj10020_12052021124054_1205f_1620803454_23.jpg)
આ દર્દીઓને આપી શકાય રેમડેસીવીર
જે દર્દીઓનું ઓક્સિજનનું પ્રમાણ 94થી ઓછું હોય, ત્રણ-ચાર દિવસની સારવાર બાદ પણ તાવ રહેતો હોય, વધુ થાક લાગતો હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય. નબળાઈ સાથે સતત ઝાડા રહેતા હોય, શ્વાચ્છોશ્વાસની ગતિ વધી જાય (પ્રતિ મિનિટ 24થી વધારે હોય) ત્યારે આ ઇન્જેક્શન આપી શકાય છે.
![ક્યારે અને કેવા દર્દીને આપવામાં આવે છે રેમડેસીવીર? જાણો નિષ્ણાંત પાસેથી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-02-temdesivir-opinion-pkg-gj10020_12052021124054_1205f_1620803454_216.jpg)
આ પણ વાંચોઃ એસ્ટ્રાજેનેકા અને ઓક્સફર્ડે બનાવેલી કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે WHOની મંજૂરી
ચિકિત્સકના અભિપ્રાય બાદ જ રેમડેસીવીર ઈન્જેક્શન આપવું યોગ્ય ગણાય છે
50 વર્ષથી વધારેની ઉંમરના હોય અને કોરોનાને કારણે CRP, d-dimer, Ferritin વધ્યું હોય, પહેલા એક્સરે નોર્મલ હોય અને પછીથી ફેફ્સામાં Ground-glass opacity જણાય ત્યારે ઇન્જેક્શન આપી શકાય છે. લિમ્ફોપેનિયા સાથે NLR 3.5થી વધારે હોય, ત્યારે ચિકિત્સકના અભિપ્રાય બાદ જ રેમડેસીવીર ઈન્જેક્શન આપવું યોગ્ય ગણાય છે.
રેમડેસીવીરનો મૂળભૂત ઉપયોગ
રસપ્રદ વાત એ છે કે, મૂળભૂત રીતે રેમડેસીવીર ઈન્જેકશન કોરોનાની સારવાર માટે છે જ નહીં. રેમડેસીવીર ઈન્જેકશન હેપેટાઈટિસ બી રોગની સારવાર માટે બનાવાયું હતું. એ પછી ઈબોલા વાયરસ ડીસિઝ અને મારબર્ગ વાયરસ ઈન્ફેક્શન માટે પણ તેનો ઉપયોગ શરૂ કરાયો હતો.
રેમડેસીવીર ઈન્જેકશન એન્ટિવાયરસ મેડિકેશન છે
રેમડેસીવીર ઈન્જેકશન મૂળભૂત રીતે એન્ટિવાયરસ મેડિકેશન છે અને કોરોના પણ વાયરસના કારણે ફેલાતો રોગ હોવાથી 2020માં રેમડેસીવીર ઈન્જેકશનનો ઉપયોગ કોરોનાની સારવાર કરવા માટે સંશોધન શરૂ થયાં હતા. આ સંશોધનોના પરિણામો હકારાત્મક દેખાતા રેમડેસીવીર ઈન્જેકશનનો ઉપયોગ કોરોનાની સારવાર માટે શરૂ કરાયો હતો.
લાઈફ સેવિંગ દવા નથી રેમડેસીવીર
2020ના વર્ષથી વિશ્વના લગભગ 50 દેશોમાં રેમડેસીવીર ઈન્જેકશનનો ઉપયોગ કોરોનાની સારવાર માટે થાય છે. જો કે, નિષ્ણાત તબીબોનું માનીએ તો કોવિડ સંક્રમિત વ્યક્તિના ઈલાજમાં રેમડેસીવીર ઈન્જેકશન એ લાઈફ સેવિંગ દવા નથી. રેમડેસીવીરથી માત્ર દર્દીનો હોસ્પિટલાઈઝેશન સમય પાંચ દિવસ જેટલો ઘટાડી શકાય છે, એ જ તેનો લાભ છે.
આ પણ વાંચોઃ રેમડેસીવીરના ઉપયોગ માટે રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત, જુઓ આ અહેવાલમાં
દર્દીઓની કીડની અને લીવરને નુકસાન થાય છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ રેમડેસીવીરથી કોવિડ દર્દીઓનો મૃત્યુદર ઘટાડી શકાય તેવા કોઈ પ્રમાણ મળ્યા નથી. આ ઈન્જેક્શન વાયરલ ક્લિયરન્સ પર કેટલી અસરકારક છે તે પણ અનિશ્ચિત છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કહે છે કે, જે દર્દીઓને મધ્યમથી ગંભીર અસર હોય તેમના માટે રેમડેસીવીર ઉપચાર સમાન કહી શકાય. પરંતુ સામાન્ય લક્ષણોમાં આ ઈન્જેક્શનનો ઉપયોગ યોગ્ય નથી.