ETV Bharat / state

Minor Girl Rape Case 9 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરનારા આરોપીને ફાંસીની સજા, વાપી સ્પેશિયલ કોર્ટનો ચૂકાદો

જિલ્લામાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારા આરોપીને કોર્ટે ફાંસીની (Vapi Special Court life sentenced to accused ) સજા ફટકારી છે. આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી. ત્યારબાદ તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો life sentenced to accused of Minor Girl Rape Case ) હતો. ત્યારે કોર્ટે આ મામલે આરોપીને આકરી સજા ફટકારી છે.

Minor Girl Rape Case 9 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરનારા આરોપીને ફાંસીની સજા, વાપી સ્પેશિયલ કોર્ટનો ચૂકાદો
Minor Girl Rape Case 9 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરનારા આરોપીને ફાંસીની સજા, વાપી સ્પેશિયલ કોર્ટનો ચૂકાદો
author img

By

Published : Jan 30, 2023, 8:29 PM IST

હત્યા બાદ બાળકીનો પરિવાર સાથે દવાખાને લઈ ગયો

વાપીઃ જિલ્લામાં પોકસો એક્ટ હેઠળના સ્પેશિયલ કેસમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરી હત્યા કરનારા આરોપી એવા પ્રદીપ ઉર્ફે રાજેશ રામેશ્વર ગુપ્તાને વાપી કોર્ટના જજે ફાંસીની સજાનો હુકમ કરતો ચૂકાદો સંભળાવ્યો છે.

આ પણ વાંચો Asaram rape case: આસારામ દુષ્કર્મ કેસ મામલે આસારામ દોષિત જાહેર, આવતીકાલે સંભળાવશે સજા

આરોપીને ફાંસીની સજાઃ મળતી માહિતી અનુસાર, 7 ફેબ્રુઆરી 2020માં આરોપીએ વાપી નગરપાલિકાના એક વિસ્તારમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ તેનું ગળું દબાવી હત્યા કરી આ હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ કેસમાં પકડાયેલા આરોપીને વાપીના પોકસો એક્ટ હેઠળનાં સ્પેશીયલ જજ કે. જે. મોદીએ આરોપી પ્રદીપ ઉર્ફે રાજેશ રામેશ્વર રાજકુમાર ગુપ્તાનેફાંસીની સજાનો હુકમ કરતો ચુકાદો સંભળાવ્યો છે.

દુષ્કર્મ આચાર્ય બાદ મૃતદેહને લટકાવ્યો હતોઃ આ સ્પેશ્યલ પોકસો કેસ અંગે વાપી કોર્ટના DGP અનિલ ત્રિપાઠીએ વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 7મી ફેબ્રુઆરી 2020ના વાપી નગરપાલિકાના એક વિસ્તારમાં રહેતી 9 વર્ષની બાળકીનો ઘરે લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો, જેની ટાઉન પોલીસે તપાસ હાથ ધરી પેનલ પોસ્ટમોર્ટમ કરતા બાળકી સાથે દુષ્કર્મ આચરી ત્યારબાદ ગળું દબાવી હત્યા કરી હોવાનો ખૂલાસો થયો હતો. આ અંગે વાપી ટાઉન પોલીસે તપાસ હાથ ધરી 10મી ફેબ્રુઆરી 2020ના પ્રદીપ ઉર્ફે રાજેશ ગુપ્તા નામના યુવકની ધરપકડ કરી હતી.

હત્યા બાદ બાળકીનો પરિવાર સાથે દવાખાને લઈ ગયો હતોઃ આ યુવકે તે વખતે પોતાની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાનું જણાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ફોરેન્સિક રિપોર્ટ આધારે તે પુખ્ત વયનો હોવાનું સાબિત કરી તેની ધરપકડ કરી હતી. આ કેસમાં આરોપીએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે, તેણે જ બાળકીનું ગળું દબાવી હત્યા કરી તેને આત્મહત્યામાં ખપાવવા મૃતદેહને લટકાવી દીધો હતો. એટલું જ નહીં હત્યા કરતા પહેલા અને હત્યા બાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. હત્યા બાદ મિત્રો સાથે પાર્ટી કરી હતી. મૃતક બાળકીને દવાખાનામાં લઈ જતી વખતે તેની માતા સાથે દવાખાને ગયો હતો અને પોલીસની તપાસમાં પણ દૂરથી સતત નજર રાખી રહ્યો હતો.

વકીલે ફાંસી સિવાયની સજા ન હોઈ શકે તેવી દલીલો કરી હતીઃ 22 વર્ષીય આ આરોપીની બનાવ વખતે 19 વર્ષની ઉંમર હતી. તેને લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. તેની સામે વિવિધ કલમો હેઠળ અને સ્પેશ્યલ પોકસો કેસ હેઠળ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. ડીજીપી અનિલ ત્રિપાઠીએ નામદાર સુપ્રીમ કોર્ટ તેમ જ નામદાર ગુજરાત હાઈકોર્ટનાં વિવિધ ચુકાદાઓ રજૂ કરી હાલનો કેસ રેરેસ્ટે ઑફ ધ રેરની કેટેગરીમાં પડતો હોવાથી અને તેવા સંજોગોમાં આરોપીને ફાંસી સિવાય અન્ય કોઈ સજા કરી શકાય જ નહીં તેવી દલીલો કરી હતી.

ફાંસીની સજા સાથે 17 લાખ વળતર પેટે ચૂકવવા આદેશઃ આ આધારે નામદાર કોર્ટે IPC કલમ 302ના ગુનામાં દેહાંત દંડ તથા પોક્સો એક્ટની કલમ 6માં દેહાંત દંડ તથા IPCની કલમ 201ના ગુનામાં 7 વર્ષની સજા અને રૂપિયા 10,000 રૂપિયાનો દંડ તેમ જ જો દંડ ના ભરે તો વધુ 2 વર્ષની સજાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત આરોપીના પરિવારજનો તરફથી મૃતક બાળકીના પરિવારને 17 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે.

દુષ્કર્મ કરતી વખતે આરોપીએ TVનો અવાજ પણ વધારી દીધો હતોઃ બાળકીની હત્યા કરનારો યુવક વાપીમાં રખડતો ભટકતો અને છૂટક મજૂરી કરતો હતો. તે મૃતક બાળકીની ચાલમાં અવારનવાર આવતો હતો. હત્યાના દિવસે તેણે તકનો લાભ લઇ બાળકી સાથે દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ કરતી વખતે TVનો અવાજ પણ વધારી દીધો હતો. હાલ આ સમગ્ર ઘટનાને લઈ લોકો યુવક પર ફિટકાર વરસાવી રહ્યા છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.