ETV Bharat / state

યોગથી ભારતમાં વસતા નેપાળી ભાષી સમાજને સંગઠિત કરવાની અનોખી પહેલ

author img

By

Published : Feb 5, 2020, 9:36 AM IST

વલસાડ જિલ્લા સહિત દમણ, સેલવાસમાં વસતા નેપાળી સમાજના લોકોને સંગઠિત કરી એક તાંતણે બાંધવા પતંજલિ યોગપીઠ હરિદ્વારના સાધ્વી દેવાદિતિજીના સાનિધ્યમાં યોગ અને કાર્યકર્તા સંમેલનનું આયોજન વાપીમાં કરવામાં આવ્યું હતું.

AA
પતંજલિ યોગપીઠ દ્વારા યોગના માધ્યમથી ભારતમાં વસતા નેપાળી ભાષા-ભાષી સમાજને સંગઠિત કરવાની અનોખી પહેલ

વાપીઃ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણમાં વસતા નેપાળી ભાષા-ભાષી સમાજ દ્વારા વાપીમાં યોગ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંગે પતંજલિ યોગપીઠ હરિદ્વારના મહિલા પતંજલિ યોગ સમિતિના સાધ્વી દેવાદિતિજીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 25 દિવસથી ગુજરાતના વિવિધ શહેરોમાં યોગ શિબિરના માધ્યમથી લોકોને યોગ વિશે જાણકારી પુરી પાડી રહ્યા છે. વલસાડમાં 5 દિવસીય યોગ શિબિરનું આયોજન સંપન્ન કરી હાલ સેલવાસમાં 3 દિવસની યોગ શિબિર શરૂ કરી છે.

પતંજલિ યોગપીઠ દ્વારા યોગના માધ્યમથી ભારતમાં વસતા નેપાળી ભાષા-ભાષી સમાજને સંગઠિત કરવાની અનોખી પહેલ
મહિલા યોગ સમિતિ દ્વારા પતંજલિના જે પ્રકલ્પો ચાલે છે. તેમાં એક પ્રકલ્પ "હમરો સ્વાભિમાન" છે. જેનો ઉદ્દેશ્ય ભારતમાં વસતા અને અસંગઠિત રહેલા નેપાળી ભાષા-ભાષી સમાજને એક તાંતણે બાંધવાનો છે. જે અંતર્ગત વાપીમાં અને તેની આસપાસ વસતા સમાજના લોકો સાથે વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાથી સમાજ સંગઠિત બને, પોતાની સંસ્કૃતિ, આરોગ્યની ઝાળવણી કરી પ્રગતિ સાધી શકે.યોગ અંગે સાધ્વી દેવાદિતિએ જણાવ્યું હતું કે, જીવનમાં યોગનું ખુબજ મહત્વ છે. મહર્ષિ પતંજલિના જણાવ્યા મુજબ યોગ સમાધિ સુધી પહોંચવાનું માધ્યમ છે. આપણા શરીરને જેટલી જરૂરિયાત ભોજનની છે તેટલી જ જરૂરિયાત શરીરના સ્વાસ્થ્ય માટે યોગની છે અને દરેક મનુષ્યે તેને ધારણ કરવો જોઈએ. શિબિરમાં નેપાળી સમાજના પુરુષો-મહિલાઓને સાધ્વી દેવાદિતિએ યોગના વિવિધ આસનો કરાવી યોગનું મહત્વ સમજાવ્યું હતું.

Intro:Location :- વાપી

વાપી :- વલસાડ જિલ્લા સહિત દમણ, સેલવાસમાં વસતા નેપાળી ભાષા-ભાષી સમાજના લોકોને સંગઠિત કરી એક તાંતણે બાંધવા પતંજલિ યોગપીઠ હરિદ્વારના સાધ્વી દેવાદિતિજીના સાનિધ્યમાં યોગ અને કાર્યકર્તા સંમેલનનું આયોજન વાપીમાં કરવામાં આવ્યું હતું.

Body:દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણમાં વસતા નેપાળી ભાષા-ભાષી સમાજ દ્વારા વાપીમાં યોગ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંગે પતંજલિ યોગપીઠ હરિદ્વારના મહિલા પતંજલિ યોગ સમિતિના સાધ્વી દેવાદિતિજીએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 25 દિવસથી ગુજરાતના વિવિધ શહેરોમાં યોગ શિબિરના માધ્યમથી લોકોને યોગ વિશે જાણકારી પુરી પાડી રહ્યા છે. વલસાડમાં પાંચ દિવસીય યોગ શિબિર નું આયોજન સંપન્ન કરી હાલ સેલવાસમાં 3 દિવસની યોગ શિબિર શરૂ કરી છે. 

મહિલા યોગ સમિતિ દ્વારા પતંજલીના જે પ્રકલ્પો ચાલે છે. તેમાં એક પ્રકલ્પ "હમરો સ્વાભિમાન" છે. જેનો ઉદ્દેશ્ય ભારતમાં વસતા અને અસંગઠિત રહેલા નેપાળી ભાષા-ભાષી સમાજને એક તાંતણે બાંધવાનો છે. જે અંતર્ગત વાપીમાં અને તેની આસપાસ વસતા સમાજના લોકો સાથે વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાથી સમાજ સંગઠિત બને, પોતાની સંસ્કૃતિ, આરોગ્યની ઝાળવણી કરી પ્રગતિ સાધી શકે.

યોગ અંગે સાધ્વી દેવાદિતિએ જણાવ્યું હતું કે જીવનમાં યોગનું ખુબજ મહત્વ છે. મહર્ષિ પતંજલિના જણાવ્યા મુજબ યોગ સમાધિ સુધી પહોંચવાનું માધ્યમ છે. આપણા શરીરને જેટલી જરૂરિયાત ભોજનની છે તેટલી જ જરૂરિયાત શરીરના સ્વાસ્થ્ય માટે યોગની છે. અને દરેક મનુષ્યે તેને ધારણ કરવો જોઈએ. 

Conclusion:શિબિરમાં નેપાળી સમાજના પુરુષો-મહિલાઓને સાધ્વી દેવાદિતિએ યોગના વિવિધ આસનો કરાવી યોગનું મહત્વ સમજાવ્યું હતું. 

Bite :- સાધ્વી દેવાદિતિ, મહિલા પતંજલિ યોગ સમિતિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.