દમણઃ વલસાડ જિલ્લાના વાપી શહેર કોંગ્રેસ દ્વારા ભારત ચીન સરહદ પર શહીદ થયેલા દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. ઝંડા ચોકમાં શહીદ સ્મારક ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા મીણબત્તી પ્રગટાવી બે મિનીટનું મૌન પાળી શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ શહીદ પરિવારોને આ દુઃખની ઘડીને સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી.
- વાપી શહેર કોંગ્રેસ દ્વારા શહીદ જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ
- બે મિનીટનું મૌન પાળી શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
- કોંગ્રેસી કાર્યકરોએ મીણબત્તી પ્રગટાવી બે મિનિટનું મૌન પાળ્યું હતું.
વાપી શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસી કાર્યકરો તેમજ મોવડીઓની ઉપસ્થિતિમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા ભારત ચીન સરહદ પર શહીદ થયેલા દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત કોંગ્રેસી કાર્યકરોએ મીણબત્તી પ્રગટાવી બે મિનિટનું મૌન પાળ્યું હતું.
શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં નિમેષ વસી વિપક્ષી નેતા ખંડુભાઈ પટેલ સહિત હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. જેઓએ આ ઘટનાને ખેદજનક ગણી વખોડી હતી. દેશમાં આ પ્રકારની ઘટના સરહદ પર પહેલી વાર બની છે અને ચીનનું આ કૃત્ય ખેદજનક હોવાનું જણાવી દુઃખની આ ઘડીમાં શહીદ જવાનોના પરિવારોને પ્રભુ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.