દમણ: કોરોના મહામારીના સંક્રમણને ધ્યાનમાં રાખી લોકડાઉનના 5 મહિના સુધી અન્ય રાજ્યના લોકો માટે પ્રવેશ નિષેધ હતો. જે હવે હટાવી લેવામાં આવ્યાં બાદ ફરી દમણમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટયું છે. રવિવારે દમણમાં મોટી દમણ લાઈટ હાઉસ, જામપોર બીચ, દેવકા બીચ અને સી-ફેસ જેટી પર મોટી સંખ્યામાં પ્રવાસીઓનો કલશોર ગુંજયો હતો.
લોકડાઉનમાં 5 મહિના સુમસામ રહેલો દમણનો દરિયાકાંઠો ફરી પ્રવાસીઓના કલશોરથી ગુંજી ઉઠ્યો - daman beach tourist enjoying
સંઘપ્રદેશ દમણમાં કોરોના મહામારીના લોકડાઉનના 5 મહિના બાદ અન્ય રાજ્યના પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જેને કારણે ગુજરાત-મહારાષ્ટ્રના પ્રવાસીઓથી દમણનો દરિયા કાંઠો 5 મહિના બાદ પ્રવાસીઓના કલશોરથી ગુંજી ઉઠ્યો છે. રવિવારે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતાં.
daman