ETV Bharat / state

દમણમાં અગમ્ય કારણોસર યુવકે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી

મોટી દમણ સ્થિત જામપોર ફોરેસ્ટ ખાતાના કેમ્પસમાં એક યુવકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવકની ઓળખ થઈ નથી. તેથી દમણ પોલીસે મૃતદેહને મરવડ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રાખી વાલી-વારસોની તપાસ હાથ ધરી છે.

દમણમાં અગમ્ય કારણોસર યુવકે ગળેફાંસો ખાધો

author img

By

Published : Dec 30, 2020, 12:16 PM IST

  • અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો
  • યુવકે ગળેફાંસો ખાધો હોવાનું પ્રાથમિક તારણ
  • કોસ્ટલ પોલીસે વધુ તપાસ હાથ ધરી

દમણ : સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલા જામપોર ફોરેસ્ટ કેમ્પસમાં એક અજાણ્યા યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહને મરવડ હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

દમણમાં અગમ્ય કારણોસર યુવકે ગળેફાંસો ખાધો
ફોરેસ્ટ કેમ્પસમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

આ અંગે મળતી વિગતો મુજબ દમણ કોસ્ટલ પોલીસને સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી કે જામપોર ફોરેસ્ટ કેમ્પસમાં એક વ્યક્તિનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ પડ્યો છે. જે બાદ કોસ્ટલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

પોલીસે તપાસ હાથ ધરી

પોલીસે મૃતક યુવકના મૃતદેહનો કબ્જો લઈને તેને પોસ્ટ મોર્ટમ માટે મરવડ સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જે બાદ યુવકના વાલી વારસોની શોધખોળ કરીને તેણે કયા કારણોસર આત્મઘાતક પગલું ભર્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.