- સંઘપ્રદેશ પ્રશાસનના કલેકટરની અપીલ
- કોરોના ગાઈડલાઈનની પાલન કરો
- પ્રદેશમાં નાઈટ કરફ્યુ દરમિયાન ઘરે રહો
દમણ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ જિલ્લામાં કોરોનાના વધતા જતાં મામલાને કારણે વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. દમણના જિલ્લા કલેકટર ડૉ.રાકેશ મિનહાસે અને સેલવાસ કલેકટર સંદીપ કુમાર સિંઘે સોશિયલ મીડિયા પર નિવેદન બહાર પાડીને લોકોને કોરોના માર્ગદર્શિકાને અનુસરવા વિનંતી કરી છે.
પ્રદેશમાં નાઈટ કરફ્યુ દરમિયાન ઘરે રહો
કોરોના મહામારીના પ્રથમ રાઉન્ડમાં સરાહનીય કામગીરી કર્યા બાદ કોરોના મુક્ત બનેલા દાદરા નગર હવેલી અને દમણમાં કોરોનાના બીજા રાઉન્ડમાં કેસ વધી રહ્યા છે. ત્યારે વધતા કેસને ધ્યાને રાખી દાદરા નગર હવેલીના કલેકટર સંદીપ કુમાર સિંઘે, દમણના કલેકટર રાકેશ મીનહાસે પોતાનું નિવેદન આપ્યું હતું
આ પણ વાંચો: નાઈટ કર્ફયૂના આદેશથી દમણમાં રસ્તાઓ અને સમુદ્ર બીચ સૂમસાન
કોરોના ગાઈડલાઈનનું પાલન નહિ કરે તો દંડાત્મક કાર્યવાહી કરશે
જેમાં બન્ને પ્રદેશના કલેકટરે લોકોને અપીલ કરી હતી કે, હાલમાં જે નાઈટ કરફ્યુ લગાડવામાં આવ્યો છે. તેનું લોકો પાલન કરે ઘણાખરા લોકો કામ વગર ઘર બહાર નીકળી રહ્યા છે. તે લોકો ઘરમાં રહે, પ્રદેશના લોકો અન્ય રાજ્યોમાં કોઈ કારણ વિના મુસાફરી ન કરે, પ્રશાસને જે કોવિડ ગાઇડલાઈન બહાર પાડી છે તે જનતાની સુરક્ષા માટે હોય તેનું પાલન કરે જો કોઈ તેનું પાલન નહિ કરે તો તેમની સામે પ્રશાસન દંડાત્મક કાર્યવાહી કરશે.
વેક્સિન કેમ્પમાં જઈ વેક્સિન ડોઝ મુકાવે
11 એપ્રિલથી 14 એપ્રિલ દરમિયા વેક્સિન ડ્રાય વિક જાહેર કર્યું છે. તો 45થી વધુ ઉંમરના લોકો જે તે નજીકના વેક્સિન કેમ્પ પર જઈ વેક્સિન લગાવે. ઉદ્યોગોના સંચાલકો, કામદારો પણ આ અંગે જાગૃત બની વેકસીનના ડોઝ સમયસર લે.
આ પણ વાંચો: આણંદ પોલીસ દ્વારા રાત્રી કરફ્યૂનો કડક અમલ
પ્રદેશમાં પૂરતા પ્રમાણમાં દવા અને ઓક્સિજનનો સ્ટોક
સરકારે કોરોના વાયરસથી બચવા જે નિયમો બનાવ્યા છે તેનું પ્રદેશની જનતા પાલન કરે. જો એ થશે તો જ જનતા કોરોનાથી બચી શકશે. પ્રદેશને બચાવી શકશે. પ્રદેશમાં હાલ આરોગ્યને લવતી તમામ સુવિધા ઉપલબ્ધ છે. પૂરતા પ્રમાણમાં દવા અને ઓક્સિજનનનો સ્ટોક છે. સુરક્ષા તંત્ર પણ સજજ છે. ઉલ્લેખનીય છે કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં શનિવારે 48 કોરોના પોઝિટિવ તો દમણમાં 55 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.