ETV Bharat / state

ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર સિલ કરતા ઇન્ડિયા કોલોનીના લોકો મુસીબતમાં - The people of India Colony are in trouble

ઉમરગામ તાલુકો ગુજરાતનો છેવાડાનો અને મહારાષ્ટ્રને અડીને આવેલો તાલુકો છે. આ જ તાલુકાના સોલસુંબા ગામ અને મહારાષ્ટ્ર રાજ્યનો ભૌગોલિક વિસ્તાર અટપટો હોય હાલ કોરોના મહામારીમાં બોર્ડર સિલને કારણે આ વિસ્તારની મહત્વની સોસાયટી કહેવાતી ઇન્ડિયા કોલોની અને મધુરમ સોસાયટીના લોકો મુસીબતમાં મુકાયા છે. આ લોકો નથી ગુજરાતમાં આવી શકતા કે નથી મહારાષ્ટ્રમાં જઇ શકતા.

gujarat maharashtra border
ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર સિલ કરતા ઇન્ડિયા કોલોનીના લોકો મુસીબતમાં
author img

By

Published : May 27, 2020, 11:39 AM IST

દમણઃ ઉમરગામ તાલુકો ગુજરાતનો છેવાડાનો અને મહારાષ્ટ્રને અડીને આવેલો તાલુકો છે. આ જ તાલુકાના સોલસુંબા ગામ અને મહારાષ્ટ્ર રાજ્યનો ભૌગોલિક વિસ્તાર અટપટો હોય હાલ કોરોના મહામારીમાં બોર્ડર સિલને કારણે આ વિસ્તારની મહત્વની સોસાયટી કહેવાતી ઇન્ડિયા કોલોની અને મધુરમ સોસાયટીના લોકો મુસીબતમાં મુકાયા છે. આ લોકો નથી ગુજરાતમાં આવી શકતા કે, નથી મહારાષ્ટ્રમાં જઇ શકતા.

ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર સિલ કરતા ઇન્ડિયા કોલોનીના લોકો મુસીબતમાં

વલસાડ જિલ્લો ગુજરાતનો સરહદી જિલ્લો છે. જિલ્લાની સરહદ મહારાષ્ટ્રને અડીને આવેલી સરહદ છે. જિલ્લાનો ઉમરગામ તાલુકો બોર્ડર પરનો તાલુકો છે. જેના સોલસુંબા ગામનો વિસ્તાર અને મહારાષ્ટ્રના તલાસરી નો વિસ્તાર ખુબજ અટપટો છે. જેમાં ક્યાંક મહારાષ્ટ્ર લાગે છે, તો ક્યાંક ગુજરાત આ સમસ્યામાં હાલ કોરોના વાઇરસને કારણે સરહદ સિલ કરી દેતા ઇન્ડિયા કોલોની અને મધુરમ સોસાયટીના લોકો મુખ્ય સરહદથી અને બજારથી 150 મીટર દૂર હોવા છતાં નથી ગુજરાતમાં પ્રવેશી શકતા કે, નથી મહારાષ્ટ્રમાં જઈ શકતા. આ સમસ્યા માટે અનેક રજૂઆતો કરી છે. તેમ છતાં પરિણામ શૂન્ય છે.

આ સમસ્યા અંગે સોલસુંબા ગ્રામ પંચાયતના સરપંચ અમિત પટેલે પણ અનેક રજુઆત કલેક્ટરમાં કરી છે, પરંતુ હાલ તમામ બોર્ડર સિલ કરવામાં આવી હોવાથી આ બોર્ડર પણ લોકડાઉનના કારણે સીલ છે. અને તેમાં હાલ કોઈ નિર્ણય લઈ શકાય તેવી સ્થિતિમાં વહીવટીતંત્ર નથી. તેમ છતાં લોકોને કોઈ તકલીફ ના પડે તે માટે સોલસુંબા તરફથી વેપારીઓ દૂધ, કરીયાણુ હોમ ડિલિવરી આપે છે. જ્યારે ઇમરજન્સી આરોગ્ય સેવા માટે જરૂર પડે ત્યારે બનતી મદદ કરવામાં આવે છે.

સોલસુંબા સરહદ અને મહારાષ્ટ્ર સરહદ સિલ હોવાને કારણે 500થી 600 લોકોની વસ્તી ધરાવતા ઇન્ડિયા કોલોનીના લોકો રોજગારી મેળવવા અને નાનીમોટી આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા આવી નથી શકતા તેમની માગ છે કે, વાહનો લઈને ભલે ના આવી શકીએ પરંતુ પગપાળા આવવાની મંજૂરી પણ જો પ્રશાસન આપે તો પણ તેમના માટે મોટી રાહત મળી શકે તેમ છે.

જો કે હાલ તો આ સમસ્યાને કારણે ઇન્ડિયા કોલોનીના લોકો ઇન્ડિયામાં રહેતા હોવા છતાં કેદી હોવાનો એહસાસ કરે છે. બીજી તરફ મુંબઈમાંથી જ સૌથી વધુ કોરોના પોઝિટિવના દર્દીઓ વલસાડ જિલ્લામાં નોંધાયા છે. અને મોટી સંખ્યામાં લોકો મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવી ચુક્યા છે. જેને પ્રશાસને કવોરેન્ટાઇન પણ કર્યા છે. ત્યારે, વલસાડ જિલ્લાનું અને મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાનું વહીવટીતંત્ર સંકલન સાધી આ સમસ્યાનો સુખદ ઉકેલ લાવે તેના પર સૌ કોઈ મિટ માંડીને બેઠું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.