ETV Bharat / state

RTO કચેરીમાંથી ડુપ્લીકેટ RC બુક કઢાવવા માટે પોલીસ સ્ટેશનના ખોટા રબર સ્ટેમ્પ અને સહી કરી પૈસા પડાવતા પિતા-પુત્રની ધરપકડ

વલસાડ LCB પોલીસે RTO એજન્ટ બની પોલીસના ખોટા રબર સ્ટેમ્પ, ખોટી સહીઓ કરી ડુપ્લીકેટ RC બુક કઢાવી આપનાર બે RTO એજન્ટને ઝડપી પાડી વલસાડ RTO કચેરીમાં ચાલતા મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા બન્ને શખ્સ પિતા-પુત્ર છે. જેઓ વાપીમાં પટેલ મોટર્સ ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવવા સાથે RTO એજન્ટ તરીકે કામગીરી કરતા હતા.

RTO કચેરીમાંથી ડુપ્લીકેટ RC બુક કઢાવવા માટે પોલીસ સ્ટેશનના ખોટા રબર સ્ટેમ્પ અને સહી કરી પૈસા પડાવતા પિતા-પુત્રની ધરપકડ
RTO કચેરીમાંથી ડુપ્લીકેટ RC બુક કઢાવવા માટે પોલીસ સ્ટેશનના ખોટા રબર સ્ટેમ્પ અને સહી કરી પૈસા પડાવતા પિતા-પુત્રની ધરપકડ
author img

By

Published : May 13, 2021, 10:36 AM IST

  • પોલીસના ખોટા સિક્કા પર ડુપ્લીકેટ RC બુક મેળવતા હતા
  • પકડાયેલા બન્ને પિતા-પુત્ર મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવે છે
  • વાહનચાલકો પાસેથી મોટું કમિશન લઈ કૌભાંડ આચરતા હતાં

દમણઃ વલસાડ જિલ્લા LCB પોલીસે વાપીમાંથી 2 RTO એજન્ટની ધરપકડ કરી, તેમની પાસેથી વાપીના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ખોટા સિક્કા, ફોર્મ કબ્જે કર્યા છે. પકડાયેલા શખ્સ વાપીમાં પટેલ મોટર્સ ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવવા ઉપરાંત, વલસાડ RTO કચેરીમાં એજન્ટ છે. જે વાહનચાલકોની RC બુક ખોવાઈ ગઈ હોય, તેવા વાહનચાલકો પાસેથી મોટી રકમનું કમિશન પડાવી પોલીસ સ્ટેશનના ખોટા સિક્કા, સહીઓ કરી ડુપ્લીકેટ RC બુક અપાવતા હતા.

RTO કચેરીમાંથી ડુપ્લીકેટ RC બુક કઢાવવા માટે પોલીસ સ્ટેશનના ખોટા રબર સ્ટેમ્પ અને સહી કરી પૈસા પડાવતા પિતા-પુત્રની ધરપકડ

આ પણ વાંચોઃ અમદાવાદમાં ટ્યૂશન ટીચરના પતિએ 15 વર્ષની સગીરાને પર દુષ્કર્મ ગુજારતા ધરપકડ

પોલીસે આ કૌભાંડમાં પિતા-પુત્રની ધરપકડ કરી છે

પોલીસે આ કૌભાંડમાં પિતા-પુત્રની ધરપકડ કરી છે. 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. RTO એજન્ટ પકડાતા RTO કચેરીના અન્ય એજન્ટોમાં પણ ફફડાટ ફેલાતા GIDC પોલીસ મથકે જિલ્લાના RTO એજન્ટોના ટોળા જોવા મળ્યા હતા.

પિતા-પુત્ર પટેલ મોટર્સ ડ્રાઇવીંગ સ્કુલ ચલાવે અને RTOનું કામકાજ પણ કરે છે

વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, વાપી GIDC પંચરત્ન બિલ્ડીંગના ઓફીસ નં. 142માં પટેલ મોટર્સ ડ્રાઇવીંગ સ્કુલ ચલાવતા અને RTOનું કામકાજ કરે છે. અલી પટેલ તથા તેનો પુત્ર આરીફ પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે પોલીસના સિકકા બનાવી પોતાની પાસે રાખી, પોલીસના સહી સિકકાવાળા ખોટા દાખલા બનાવી તેને સાચા તરીકે RTO ઓફીસમાં રજૂ કરી ઉંચા ભાવે RC બુક કઢાવી આપવાનું કૌભાંડ આચરી રહ્યા હતા.

વાપી DYSPએ વિગતો આપી હતી

અલી અને આરીફ બન્ને પિતા-પુત્ર વાપીમાં RTO એજન્ટ તરીકે કામ કરે છે. મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવે છે. જેમની પાસેથી વલસાડ જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકના ખોટા સિક્કા અને દાખલા મળી આવ્યા છે. જેનો ઉપયોગ ડુપ્લીકેટ RC બુક મેળવવા કરતા હતા. જેમાં બન્ને બાપ-દીકરાની ધરપકડ કરી આ કાવતરામાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે અને અત્યાર સુધીમાં કેટલી ડુપ્લીકેટ RC બુક મેળવી છે તે અંગે તપાસ હાથ ધરી છે તેમ DYSP વિરભદ્રસિંહ જાડેજાએ કહ્યું હતું.

13 નંગ રબર સ્ટેમ્પ, દાખલાના ફોર્મ મળ્યા

આ બાતમી આધારે વાપી GIDC પંચરત્ન બિલ્ડીંગમાં પટેલ મોટર્સ ડ્રાઇવીંગ સ્કુલ ચલાવતા અલી ઇસ્માઇલ પટેલ, આરીફ અલી પટેલને ઝડપી તેની ઓફીસમાંથી વલસાડ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના તથા RTO કચેરીના 13 નંગ રબર સ્ટેમ્પ તથા પોલીસના લખાણવાળા દાખલાઓના ફોર્મ મળી આવ્યા હતા.

પોલીસે મોબાઈલ ફોન સહિત 16000ના મુદ્દામાલ સાથે બન્ને પિતા-પુત્રની ધરપકડ કરી હતી

પોલીસે મોબાઈલ ફોન સહિત 16000ના મુદ્દામાલ સાથે બન્ને પિતા-પુત્રની ધરપકડ કરી હતી. જ્યારે, આ સિકકા તથા પોલીસનું લખાણ લખી આપનાર મોબિન મર્ચન્ટ અને મુકેશ ઝાંઝાળા નામના 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે આરોપીઓ વિરૂદ્ધ વાપી GIDC પોલીસ મથકમાં IPC કલમ 406, 465, 466, 468, 471, 472, 474, 120(બી), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RTO એજન્ટના નામે અઢી વર્ષથી કૌભાંડ આચરતા હતા

પોલીસને પૂછપરછમાં વિગતો મળી હતી કે, આ આરોપીઓ પોલીસના ખોટા સિકકાઓ તથા દાખલાઓ બનાવી તેમાં પોલીસની ખોટી સહીઓ કરી RTOમાંથી ડુપ્લીકેટ RC બુક ઉંચા ભાવે કાઢી આપવાનું ગુનાહિત કાવતરૂ છેલ્લા અઢી વર્ષથી ચલાવતા હતા. જેમાં વાપી GIDC, વાપી ટાઉન, ભિલાડ, ડુંગરા, ઉમરગામ પોલીસ મથક વિસ્તારમાં આવતા વાહનચાલકો પાસેથી મોટી રકમ લઈ ડુપ્લીકેટ સિક્કા મારી RTO કચેરીમાં જમા કરાવી ડુપ્લીકેટ RC બુક અપાવતા હતા.

આ પણ વાંચોઃ રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરતાં બે શખ્સોની ઝડપાયા

જિલ્લાના એજન્ટોમાં ફફડાટ, પોલીસ મથકે એજન્ટોના ટોળા જોવા મળ્યા

આ પિતા-પુત્ર વલસાડ જિલ્લાના જાણીતા RTO એજન્ટ છે અને RTO કચેરીમાં અધિકારીઓ સાથે ખૂબ મોટી ઓળખાણ ધરાવી તેમની મિલીભગતમાં આ કૌભાંડ આચરતા હતા. જેમાં અધિકારીઓ ઉપરાંત અન્ય RTO એજન્ટ પણ સામેલ હોવાથી આરીફ અને અલીની ધરપકડ બાદ આવા એજન્ટોમાં ફફડાટ ફેલાતા GIDC પોલીસ મથકે એજન્ટોના ટોળા જોવા મળ્યા હતા. જે જોતા આગામી દિવસોમાં આ કૌભાંડમાં વધુ કેટલાક નામચીન આરોપીઓની ધરપકડ થવાની શક્યતા વર્તાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.