ETV Bharat / state

સ્વચ્છતાના નામે એવોર્ડ મેળવનારા સંઘપ્રદેશ દમણમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય - news in Daman

દમણ પ્રશાસન દ્વારા સહેલાણીઓને આકર્ષવા માટે તો અનેક પ્રોજેક્ટો અને સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, પરંતુ અહીંની સ્થાનિક પ્રજા માટે જે રસ્તા, પાણી અને ગટર જેવી પ્રાથમિક જરૂરીયાતો જોઈએ તેનો મોટાભાગના વિસ્તારોમાં અભાવ જોવા મળી રહ્યો છે. પાલિકા વિસ્તારના ઘણા વિસ્તારોમાં વહેતી આ ખુલ્લી ગટરો પર પાલિકાના હોદેદારો અને પાલિકાના કર્મચારીઓનું ધ્યાન નથી.

sdaman
સ્વચ્છતાના
author img

By

Published : Mar 21, 2020, 12:00 PM IST

Updated : Mar 21, 2020, 12:13 PM IST

દમણ: નગરપાલિકાના વિવિધ વોર્ડમાં ખુલ્લી ગટરોના પાણીથી ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે. દમણ પાલિકા વિસ્તારના વોર્ડ નંબર 13 અને 7 સહિતના અનેક વિસ્તારોમાં ગટરોની ગંગા વહી રહી છે. આ વિસ્તારના લોકોને ગંદકીથી ખદબદતી ગટરો નજીકથી પસાર થવા માટે મોઢા પર રૂમાલ નાંખવો પડે છે. આખા વોર્ડનું ગંદુ પાણી બહાર કાઢવા માટે માટે કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં ન આવતા લોકો આ ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેથી તાત્કાલિક ધોરણે ઠેર-ઠેર ઉભરાતી ગટરોનું સમારકામ હાથ ધરવામાં આવે એવી લોક માગ ઉઠી રહી છે.

સ્વચ્છતાના નામે એવોર્ડ મેળવનાર સંઘપ્રદેશ દમણમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય
એક તરફ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દમણમાં લાખો રૂપિયાની ગ્રાન્ટ વાપરવામાં આવે છે, છતાં પણ આ ગટર લાઇનો રીપેર કરવામાં આવતી નથી. નગરપાલિકામાં જયારે આ બાબતે રજૂઆત કરવામાં આવે છે, ત્યારે પાલિકા કર્મચારીઓ ગટરો તો સાફ કરી નાખે છે, પરંત તેના ચાર દિવસ બાદ ફરી ગટરો ઉભરાવાનું શરૂ થઇ જાય છે.તાજેતરમાં દમણ નગરપાલિકા દ્વારા મનફાવે તેમ હાઉસ ટેક્સ વધારી દેવામાં આવ્યો હતો, પરંતુ તેની સામે પાલિકાએ સુવિધાના નામે તો મીંડું જ આપ્યું છે. ટેક્સ વધારાનો વિરોધ કરવામાં આવે, ત્યારે તેની સામે પાલિકા અને પ્રશાસન વિકાસની વાતો લઈને બેસી જાય છે.

પ્રશાસન દ્વારા સહેલાણીઓને આકર્ષવા માટે તો અનેક પ્રોજેક્ટો અને સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, પરંતુ અહીંની સ્થાનિક પ્રજા માટે જે રસ્તા, પાણી અને ગટર જેવી પ્રાથમિક જરૂરીયાતો જોઈએ તેનો મોટાભાગના વિસ્તારોમાં અભાવ જોવા મળી રહ્યો છે. પાલિકા વિસ્તારના ઘણા વિસ્તારોમાં વહેતી આ ખુલ્લી ગટરો પર પાલિકાના હોદેદારો અને પાલિકાના કર્મચારીઓનું ધ્યાન નથી. જો આવનારા સમયમાં આ ગટર લાઈનોનું સમારકામ હાથ નહીં ધરાય, તો દમણમાં કોરોના તો સાઈડ પર જ રહી જશે અને તેની જગ્યાએ મચ્છરોથી થતા ડેન્ગ્યુ અને મલેરીયા જેવા પાણીજન્ય રોગો વિકરાળ સ્વરૂપ ધારણ કરી બેસશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

Last Updated : Mar 21, 2020, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.