વાપી: સુરત RR સેલની ટીમે બગવાડા ટોલનાકા પર એક કારને રોકી હતી. તેની તલાશી લેવામાં આવતા કારમાંથી ત્રણ બોક્ષમાં વિવિધ મોબાઈલ ફોનની બેટરીઓ, એડપ્ટર, મોબાઈલ કવર, ઈયરફોન સહિતનો જથ્થો મળી આવ્યો હતો.
જે અંગે કાર ચાલક વિક્રમ ઠૂંગરાજી પુરોહિત પાસે આધાર પુરાવા માંગ્યા હતા. જે આધાર પુરાવા ન આપતા પોલીસે ચોરીની આશંકાના આધારે કાર ચાલકની ધરપકડ કરી હતી, અને રૂ 2,96,700ના મોબાઈલ એસેસરીઝ અને 5 લાખની કાર મળી કુલ રૂ 8,26,700નો મુદ્દામાલ કબ્જે કરી પારડી પોલીસને સોંપવામાં આવ્યો હતો.
પારડી પોલીસે કાર ચાલકની વધુ પૂછપરછ હાથ ધરી છે. જોકે આ જથ્થો મુંબઈથી લાવ્યો હોવાનું પારડી પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.