ETV Bharat / state

Selvas murder case: મહિલાની હત્યા કરી કાર સાથે સળગાવી દેવાના કેસમાં નર્સિંગ કોલેજનો એકાઉન્ટન્ટ નીકળ્યો હત્યારો - Assassination of the principal of Daman Nursing College

વલસાડના તરક પારડી ગામની સીમમાં સળગેલી હાલતમાં મળી આવેલ મહિલાનો મૃતદેહ અને કારના ચકચાર જગાવતા કેસમાં પોલીસે હત્યારાને દબોચી લઈ ગુનાનો ભેદ (Selvas murder case)ઉકેલી નાખ્યો છે. મૃતક મહિલા દમણની નર્સિંગ કોલેજની પ્રિન્સિપાલ હોવાનું અને તેની હત્યા તેની જ કોલેજના એકાઉન્ટન્ટે કરી હોવાનો ખુલાસો સેલવાસ પોલીસે(Selvas Police)કર્યો છે. તેમજ હત્યારા એકાઉન્ટન્ટની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Selvas murder case: મહિલાની હત્યા કરી કાર સાથે સળગાવી દેવાના કેસમાં નર્સિંગ કોલેજનો એકાઉન્ટન્ટ નીકળ્યો હત્યારો

author img

By

Published : Mar 7, 2022, 2:51 PM IST

સેલવાસ: સેલવાસમાં રહેતા અને દમણની સરકારી નર્સિંગ કોલેજના મહિલા પ્રિન્સિપાલની હત્યા થયાનો (Selvas murder case)ખુલાસો થયો છે. કોલેજના એકાઉન્ટન્ટે જ મહિલા પ્રિન્સિપાલની હત્યા નિપજાવી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને કાર સાથે સળગાવી નાખી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સંઘપ્રદેશ પોલીસે આરોપી સાવન પટેલની ધરપકડ કરી(Selvas Police) વધુ પૂછપરછ હાથ ધરી છે. કોલેજના મેસ ફંડ અને એડમિશન ફીમાં આરોપીએ કરેલી ગેરરીતિની જાણ પ્રિન્સિપાલને થઈ જતા આરોપીએ હત્યાને અંજામ આપ્યાનો ખુલાસો થયો છે.

નર્સિંગ કોલેજના મહિલા પ્રિન્સિપાલની હત્યા

મહિલા પ્રિન્સિપાલની હત્યાનો ભેદ ઉકેલાયો

સેલવાસ પોલીસે આપેલી વિગતો મુજબ 28મી તારીખે આરોપી સાવન પટેલે મહિલા પ્રિન્સિપાલ(Daman Government Nursing College)કનીમોઝી અરુમુઘમ કારમાં લિફ્ટ માગી હતી. આરોપીએ કોલેજમાં થયેલી નાણાકીય ગેરરીતિ મામલે માહિતી આપવાનું કહી કારમાં લિફ્ટ લીધી હતી. ત્યારબાદ કારમાં જ મહિલા પ્રિન્સિપાલની હત્યા નિપજાવી મૃતદેહ સહિત કારને વાપી શહેરના તરકપારડી પાસે પાર્ક કરી પુરાવાનો નાશ કરવા આગ ચાંપી દીધી હતી. પોલીસે મહિલા પ્રિન્સિપાલનો સળગી ગયેલો મૃતદેહ અને કારને કબજે કરી છે.

આ પણ વાંચોઃ વાપી-દમણ સરહદ પર કારમાં મહિલાનો સળગેલો મૃતદેહ મળી આવતાં ચકચાર

પકડાઈ જવાની બીકે આરોપીએ મહિલાની હત્યા

કોલેજના મેસ ફંડ અને એડમીશન ફીમાં ગેરરીતિ થઈ હોય મૃતક પ્રિન્સિપાલે આરોપી પાસે જવાબ માગ્યો હતો અને સમગ્ર મામલે સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું. એટલે પકડાઈ જવાની બીકે આરોપીએ મહિલા પ્રિન્સિપાલની હત્યા નિપજાવવાનો પ્લાન ઘડી હત્યાને અંજામ આપ્યો હતો.

કારમાં સળગેલો મૃતદેહ મળ્યો

સેલવાસમાં રહેતા અને દમણની સરકારી નર્સિંગ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા કનિમોઝી મુરુગમે 28 ફેબ્રુઆરીએ ગુમ થયા હતા. 'નર્સિંગ કોલેજ જાવ છું' તેમ જણાવી ઘરેથી નીકળ્યા બાદ કોલેજ પહોંચ્યા ન હતા. જે ગુમ થયાની તેમના પતિએ સેલવાસ પોલીસમાં ફરિયાદ લખાવી હતી. વાપી દમણની સરહદ પર આવેલા તરકપારડી ગામ પાસે અવાવરું જંગલ વિસ્તારમાં એક કારમાં સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેની તપાસમાં મૃતદેહ મહિલા પ્રિન્સિપાલ કનિમોઝીની હોવાનો ખુલાસો થયો છે. મહિલા પ્રિન્સિપાલની હત્યા મામલે પોલીસે સાવન પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હત્યારા સાવનની પોલીસે ધરપકડ કરી

દમણ નર્સિગ કોલેજના પ્રિન્સિપલની હત્યામાં રવિવારે સેલવાસ પોલીસે દમણ પટલારાના સાવન પટેલની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોલેજ સુધી અભ્યાસ કરનાર સાવન પટેલ અગાઉ ખાનગી બેંકમાં નોકરી કરતો હતો. એક વર્ષ અગાઉ જ તે દમણની નર્સિગ કોલેજમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરીમાં જોડાયો હતા. સૂત્રોના જણાવ્યા મુજબ બે માસ અગાઉ જ આરોપી સાવનના લગ્ન થયા હતા. મૃતક કનીમોઝહી અરૂમુધમ છેલ્લા 15થી વધુ વર્ષથી સેલવાસ સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતી હતી. એક વર્ષથી તેમની દમણ નર્સિગ કોલેજમાં પ્રિન્સિપલના પ્રમોશન સાથે બદલી થઇ હતી. મૃતક હાલ સેલવાસના ટોકરખાડા સ્થિત સ્ટાફ કવાર્ટસમાં એકલી રહેતી હતી. જ્યારે તેમનો પતિ મનીરમન અને બે સંતાન વતન પોડિંચેરીમાં રહેતા હતા.
આ પણ વાંચોઃ Kidnapping In Unrequited Love Valsad: એકતરફી પ્રેમમાં યુવક બન્યો હિંસક, પરિવારના સભ્યોને માર મારી સગીરાનું કર્યું અપહરણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.