વલસાડઃ વાપી સહિત વલસાડ જિલ્લામાં લોકડાઉન 3ની પૂર્ણાહૂતિ અને 4ના શુભારંભ સાથે જ વાપીમાં કોરોના પોઝિટિવના કેસમાં વધારો થયો છે. મંગળવારે સાંજે જિલ્લા આરોગ્ય વિભાગે વાપીના ચલા સ્થિત સત્તાધાર સોસાયટીમાં રહેતા અને વાપી વાયબ્રન્ટ માર્કેટમાં શાકભાજીનો વેપાર કરતાં બે યુવકોને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની સત્તાવાર જાહેરાત કરી છે. જેને લઈને ફરી એકવાર વાપી વાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
વાપીમાં શાકભાજીના 2 વેપારીનો કોરોના રિર્પોટ પોઝિટિવ આવ્યો
વાપીમાં સતત ચોથા દિવસે પણ 2 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. વાપીમાં કુલ 8 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર સફાળું બેઠું થયું છે. ગોદાલનગરના 5 પોઝિટિવ કેસ, 1 બલિઠાથી અને હવે મંગળવારે ચલા વિસ્તારમાંથી 2 શાકભાજીના વેપારી કોરોના પોઝિટિવ આવ્યા છે. જેને લઈને દર્દીના રહેઠાણ આસપાસના વિસ્તારને સિલ કરવામાં આવ્યો છે.
વાપીમાં શાકભાજીના 2 વેપારીના કોરોના રીર્પોટ પોઝિટિવ