વાપીઃ પ્રવાસી કામદારો માટે ઉભા કરેલા રજીસ્ટ્રેશન સેન્ટર પર ધોમધખતા તાપમાં કામદારો વતનની ટિકિટ માટે લાઇન લગાવી રહ્યા છે. કોરોના મહામારી અને લોકડાઉનના 60 દિવસ થયા છે. આ દિવસોમાં વલસાડ જિલ્લાના વાપી અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાંથી મોટી સંખ્યામાં પ્રવાસી કામદારો પોતાના વતન નીકળી ચુક્યા છે. હજારો કામદારો વતન જવા માટે ધોમધખતા તાપમાં રજિસ્ટ્રેશન સેન્ટર પર લાઈનો લગાવી રહ્યા છે. ત્યારે ETV ભારતે આ પ્રવાસી કામદારોને વાપીમાં શરૂઆતમાં તમામ સગવડો મળ્યા બાદ પણ કેમ ઉચાળા ભર્યા તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બિહાર વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ વિપુલ સિંઘે જણાવ્યું હતું કે, પ્રવાસી કામદારોને અન્ય કામદારો બહેકાવી રહ્યા છે. દમણ-સેલવાસમાં આવેલા ઉદ્યોગોમાં કામદારોને પ્રવેશ આપવામાં નથી આવતો તે મુખ્ય કારણ છે.
વિપુલ સિંઘે આ અંગે આગામી દિવસોમાં વલસાડ જિલ્લાના નેતાઓ, ઉત્તરભારતીય સમાજના આગેવાનોએ સાથે મળી દમણ પ્રશાસન સાથે ચર્ચા કરવાની વાત ઉચ્ચારી હતી. ત્યારે ઉત્તરભારતીય સમાજના સામાજિક અગ્રણી અનુગ્રહ સિંઘાણીયાએ પણ સંઘપ્રદેશ પ્રશાસનની નીતિ સામે વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે, વાપીમાં વસતા મોટાભાગના પરપ્રાંતીય કામદારોને સંઘપ્રદેશમાં પ્રવેશ મળતો નથી. સ્થાનિક વાપી GIDC માં પણ ઉદ્યોગકારોએ અને નેતાઓએ શરૂઆતમાં સુધ લીધા બાદ તરછોડી દીધા છે. કામદારો પાસે પૈસા નથી, ખાવાનું નથી, રૂમભાડાના પૈસા નથી. એટલે આખરે વતન જવું એ જ મજબૂરી છે અને એ માટે રજિસ્ટ્રેશન સેન્ટર પર પડાપડી કરી રહ્યા છે.વાપીમાંથી પલાયન થયેલા અને થઈ રહેલા પ્રવાસી કામદારો માટે વહીવટીતંત્ર દ્વારા હાલ ટ્રેન, બસ કે અન્ય વાહન દ્વારા વતન જવાની મંજૂરી આપી છે. આ અંગે વાપી તાલુકાના ડેપ્યુટી મામલતદાર કમલેશ પટેલે જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા લોકડાઉનના દિવસોમાં ભોજન સહિતની સુવિધાઓ પુરી પાડી છે. હાલમાં વતન જવા માંગતા 13,681 કામદારોને 13 ટ્રેનમાં વતન મોકલ્યા છે. કેટલીક ટ્રેન રદ્દ થઈ છે. પરંતુ ટ્રેન સુવિધા રાબેતા મુજબ રહેશે તો હજુ પણ હજારો કામદારો વતન જવા માટે ફોર્મ ભરીને બેઠા છે. વહીવટીતંત્ર દ્વારા તેઓની તમામ કાળજી લેવાઈ રહી છે. વતનના પ્રવાસ દરમ્યાન ભોજન સાથે બાળકોને રમવા રમકડાં પણ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, વાપીમાંથી પ્રવાસી કામદારોના પલાયન પાછળનું કારણ જેમ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના ઉદ્યોગોમાં પ્રશાસન દ્વારા લગાવેલી મનાઈ હુકમ કારણભૂત છે. એટલું જ મહત્વનું બીજુ કારણ વાપીના ઉદ્યોગપતિઓએ સમયપર કામદારોને તરછોડ્યાએ પણ છે. CSR ફંડ અને કંપનીમાં પર્યાવરણના ભ્રષ્ટાચારમાં કરોડો રૂપિયા ખર્ચતા ઉદ્યોગપતિઓએ ખરા ટાંકણે એવા પૈસા કામદારો પાછળ ખર્ચ્યા હોત તો, આજે વાપી પ્રવાસી કામદારોના જતા ધસારાને રોકવામાં સફળ થયું હોત.ગુજરાતના કામદારોને સંઘપ્રદેશમાં "નો એન્ટ્રી" વતન વાપસીનું મુખ્ય કારણ!
વલસાડ જિલ્લા વહીવટી તંત્ર, સામાજિક સંસ્થાઓએ લોકડાઉનમાં જે સેવા બજાવી છે. તે સરાહનીય કામગીરી હોવા છતાં પણ દાદરા નગર હવેલી અને દમણ, દિવમાં ગુજરાતમાં રહેતા પ્રવાસી કામદારોને "નો એન્ટ્રી" હોવાથી હાલ વતન વાપસીનું મુખ્ય કારણ બન્યું છે.