ETV Bharat / state

Narendra Modi: દમણમાં વડાપ્રધાન મોદીએ કર્યો રોડ શો, પ્રવાસન કામગીરીની કરી પ્રશંસા - Prime minister Narendra Modi road show

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંઘપ્રદેશ દમણમાં રોડ શો કરીને પ્રજાનું અભિવાદન કર્યુ હતું. વડાપ્રધાન મોદીના આગમનને લઈને સમગ્ર દમણને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ખાસ કરીને દેવકા માર્ગનો નજારો સૌથી સુંદર લાગી રહ્યો હતો. પીએમ મોદીની ઝાંખી કરવા માટે લોકો નક્કી કરેલા સમય કરતા વહેલા જ આવીને ઊભા રહી ગયા હતા.

દમણમાં વડાપ્રધાન મોદીએ કર્યો રોડ શો
દમણમાં વડાપ્રધાન મોદીએ કર્યો રોડ શો
author img

By

Published : Apr 26, 2023, 8:47 AM IST

દમણમાં વડાપ્રધાન મોદીએ કર્યો રોડ શો

દમણ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાદરા અને નગર હવેલીમાં ખાસ મુલાકાત યોજી રૂપિયા 4900 કરોડના જુદા જુદા પ્રોજેક્ટનો પ્રારંભ કરાવી દીધો છે. જેમાં રોડ રસ્તાથી લઈને મેડિકલ કોલેજ તૈયાર કરવા સુધીના વિકાસલક્ષી પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. રોડ શો વખતે નરેન્દ્ર મોદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તાની બંને સાઈડ ગોઠવાઈ ગયા હતા. વડાપ્રધાન મોદીએ પણ પ્રજાનું અભિવાદન ઝીલ્યું હતું. ચુસ્ત પોલીસ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સમગ્ર રોડ શો સંપન્ન થયો હતો.

આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર દોસ્તી કરીને ગિફ્ટની ઓફર કરતા, નાઈજિરિયન શખ્સોના ફ્રોડ રેકેટનો પર્દાફાશ

દેવકા સી ફ્રન્ટ: મોદી દમણના નવા બનેલા દેવકા સી-ફ્રન્ટ રોડની મુલાકાત લીધી હતી. જેમાં રોશનીથી શણગારેલી કારમાં સવાર PM મોદી રોડ શો કર્યો હતો. આ રોડ શૉ માં વડાપ્રધાન સાથે દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ પણ જોડાયા હતા. મોદીના આગમનને પગલે તમામ માર્ગ રોશનીથી શણગારવામાં આવ્યા હતા. રોડ શો દરમિયાન સમગ્ર માહોલ મોદી... મોદી...ના નાદથી ગુંજી ઉઠ્યો હતો.

  • The various development projects being launched today will bring qualitative difference in the lives of people of Daman, Diu, Dadra and Nagar Haveli. https://t.co/QL2dA53tvU

    — Narendra Modi (@narendramodi) April 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: દમણમાં અક્ષય-જેકલીને રામસેતુ ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાથે કરી મુલાકાત

પરંપરાગત સ્વાગત: રોડ શો રૂટ પર વિવિધ સમાજના આગેવાનો, સંસ્થાઓ તેમની પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને આવ્યા હતા. આ તમામ લોકોએ વડાપ્રધાન નું સ્વાગત કર્યું હતું. વિવિધ વાદ્યો વગાડી ઢોલ નગારા સાથે ઉમળકાભેર આવકાર આપ્યો હતો. દેવકામાં અહીં દરિયા કિનારે બીચનું અદભુત સૌંદર્ય જોઈ ખુશ થયા હતા. વિકાસલક્ષી યોજનાઓ થકી દમણને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ બનાવવાની પ્રશાસક પ્રફુલ પટેલનાં કાર્યની પ્રશંસા કરી હતી.

અમિત શાહનો કર્ણાટકમાં રોડ શો: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના ગુંડલુપેટ ખાતે રોડ શો કર્યો હતો. રોડ શો પહેલા અમિત શાહે મૈસૂરના શ્રી ચામુંડેશ્વરી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા આજે શિદલાઘટ્ટા અને હોસ્કોટેમાં રોડ શો કર્યો હતો.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.