વાપી : વાપીમાં છીરી ખાતે ભાજપના વલસાડ જિલ્લા ભાષા ભાષી સેલ (Bhasha Bhashi Cell in Valsad) દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં પ્રદેશ સંયોજક રોહિત શર્મા, આશુ સિંહ લબાના સહિતના આગેવાનો વાપીમાં રહેતા પરપ્રાંતિય સમાજના આગેવાનોને સંબોધ્યા હતા. અને આગામી દિવસોમાં ઉત્તરપ્રદેશમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં અહીંથી જતા તમામ મતદારો ભાજપ તરફી મતદાન કરી યોગી સરકારે ફરી વાર વિજય બનાવે તેવું આહવાન કર્યું હતું.
યુપી ચૂંટણીને લઈને ગુજરાતમાં તડામાર તૈયારીઓ
આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Elections in UP) યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીમાં ગુજરાત રાજ્યના વલસાડ સહિતના જિલ્લામાં રહેતા યુપી વાસી મતદારો ભાજપ તરફી મતદાન કરી યોગી સરકારે ફરી વિજય બનાવે તેવા ઉદ્દેશ્યથી ભાષા ભાષી સેલ દ્વારા વાપીના છીરી ખાતે પરપ્રાંતિય સમાજના આગેવાનો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રદેશ સંયોજક રોહિત શર્મા, આશુ સિંહ લબાનાએ પોતાના સંબોધન દરમિયાન 26મી ડિસેમ્બરે વીર બાલ દિવસ તરીકે મનાવવાની જાહેરાત બદલ વડાપ્રધાન મોદીનો આભાર પ્રગટ કર્યો હતો. તેમજ વલસાડ જિલ્લામાં રોજગારી અર્થે આવેલા યુપીવાસી મતદારો યુપીની ચૂંટણીમાં ભાજપને મત આપી જંગી બહુમતીથી વિજય અપાવે તેવી અપીલ કરી હતી.
ઉત્તરપ્રદેશ અને ગુજરાત વચ્ચે અતૂટ બંધન છે
બેઠકમાં ઉપસ્થિત રોહિત શર્માએ જણાવ્યું હતું કે ,ગુજરાતમાં યુપી વાસીઓ અનેક ઉચ્ચ (Preparations in Gujarat for UP Elections) હોદ્દા પર છે. આ ભૂમિએ દેશને પારસી સમાજ આપ્યો છે. તેમણે રાષ્ટ્રની સેવામાં અનોખું યોગદાન આપ્યું છે. એવી જ રીતે ઉત્તરપ્રદેશ અને ગુજરાત વચ્ચે પણ અતૂટ બંધન છે. આ બંધન ભગવાન દ્વારકાધીશે બાંધ્યું છે. ગુજરાતમાં પરપ્રાંતીયો પણ દૂધમાં સાકર ભળે જેમ ભળી ગયા છે. એટલે યુપીના મતદાનમાં અહીંથી મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા જાય, અન્ય પરિવારજનોને પણ ભાજપ તરફી મતદાન કરવા પ્રેરિત કરે તે ઉદેશ્ય ભાષા ભાષી સેલનો છે.
આ પણ વાંચોઃ Jayant Chaudhary Meets Naresh Tikait : નરેશ ટિકૈતે જયંત ચૌધરીને આપ્યા આશીર્વાદ, ભોજન પર કરી રાજકીય વાતુ
મોટી સંખ્યામાં યુપીવીસી મતદારો સ્વયં પોતાના વતન જઇ રહ્યા
ભાષા ભાષી સેલના (Bhasha Bhashi Cell meeting in Vapi) આગેવાનોએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં મતદાન કરવા વલસાડ જિલ્લાના વાપી સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુપીવાસી મતદારો (BJP for UP Voters) સ્વયં પોતાના વતન જઈ રહ્યા છે. કેટલાક હજુ જવાના છે. તે તમામને અભિનંદન પાઠવવા અને આભાર પ્રગટ કરવા આ બેઠકનું આયોજન કરાયું છે. જેમાં તમામ સમાજના લોકોએ ભાજપની સરકાર બનાવવા સંકલ્પ લીધો છે.
અઢી લાખ મતદારોને યુપી મોકલવાનો નીર્ધાર
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં યુપી સહિતના (UP Residents in Gujarat) રાજ્યોમાંથી રોજગાર મેળવવા આવતા મતદારો પૈકી અંદાજે અઢી લાખ મતદારોને યુપી મોકલવાનો નીર્ધાર ભાજપ ભાષા ભાષી સેલનો છે. મતદારોમાં પણ યુપીના મતદાનને લઈને ખૂબ જ ઉત્સાહ છે. જેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે મતદાર તરીકે પોતાનું કર્તવ્ય નિભાવે અને ભાજપને પૂર્ણ બહુમત અપાવે તે માટે તબક્કાવાર સમાજના આગેવાનો સાથે બેઠકનો દોર શરૂ કરી મતદારોના કાફલાને યુપી મોકલી રહ્યાં છે. બેઠકમાં પ્રદેશ કાર્યકારિણી સદસ્ય નાગેન્દ્ર શુક્લા, ઓ.પી. મિશ્રા, સુનિલ પાર્વે સહિત તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ UP Assembly election 2022 : પ્રિયંકા ગાંધીનો યુ-ટર્નઃ "હું એકમાત્ર ચહેરો છું", નિવેદન પર આપી સ્પષ્ટતા