દમણઃ લોકડાઉનની જાહેરાત બાદ છ દિવસ દરમિયાન પોલીસે 20થી વધુ વ્યક્તિઓની અટકાયત કરી અને 51 જેટલા વાહનો ડિટેઇન કર્યા હતા. સરકારે વધુ કડક અમલ અપનાવતા પોલીસ વિભાગે વધુ કડક બની રસ્તા પર પોતાના વિસ્તારમાં રાશન, પાણી તથા શાકભાજી લેવાના નામે જાહેરનામાનો ભંગ કરી ટોળું વળીને ભેગા થતાં કે રસ્તા ઉપર ફરવા આવતા લોકો વિરુદ્ધ ઉમરગામ પોલીસ વિભાગે કડક થઈ કામગીરી હાથ ધરી હતી.
જેમાં ઉમરગામ ટાઉન અને મરીન પોલીસ મથક દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં 20થી વધુ લોકોને જાહેરનામાં ભંગ હેઠળ અટક કરી જેલના સળીયા પાછળ ધકેલી દેવાયા છે. ઉપરાંત 51 વાહનો કબ્જે કરાયા છે.