ETV Bharat / state

દમણમાં યુવકની હત્યા કરી ફરાર થયેલા 2 હત્યારાઓની પોલીસે પાલઘરથી કરી ધરપકડ - ક્રાઈમ ન્યૂઝ

દમણમાં ડાભેલ વિસ્તારમાં હત્યા કરી ફરાર થયેલા આરોપી પૈકી બે આરોપીને પોલીસે મહારાષ્ટ્રના પાલઘરમાંથી ઝડપી પાડ્યા છે.

daman
bharat
author img

By

Published : Sep 23, 2020, 1:34 PM IST

દમણઃ દમણમાં ડાભેલ વિસ્તારમાં ગત 28મી ઓગસ્ટના એક યુવકની હત્યા કરી નાસી છૂટેલા હત્યારાઓમાં 2 હત્યારાની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. દમણ પોલીસે હત્યામાં સંડોવાયેલા અન્ય 2 અપરાધીઓને પણ મહારાષ્ટ્રના પાલઘરથી ઝડપી પાડ્યા છે. તેમજ કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

દમણમાં ગત 28મી ઓગસ્ટના વાપી નજીક સલવાવ ગામે રહેતા જમીન દલાલ વિનોદ માહ્યાવંશીને 6 જેટલા ઈસમોએ ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ હત્યાના ગુનામાં દમણ પોલીસે ગણતરીના દિવસોમાં જ 2 આરોપીને ઝડપી પાડી અન્ય સાગરીતોને ઝડપી પાડવા ખાસ ટીમની રચના કરી હતી.

દમણમાં યુવકની હત્યા કરી ફરાર થયેલા 2 હત્યારાઓની પોલીસે પાલઘરથી કરી ધરપકડ
જે દરમિયાન જાણવા મળ્યું હતું કે, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આર્મ્સ એકટના ગુનામાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં વિકી સુનિલ શર્મા અને દિવ્યેશ નિલેશ નાયકા દમણના ડાભેલ હત્યા કેસમાં પણ સંડોવાયેલા હોવાની જાણકારી મળતા નાની દમણ પોલીસ મથકના PSI સ્વાનંદ ઇનામદારની આગેવાનીમાં એક ટીમને પાલઘર મોકલી વસઇ કોર્ટમાંથી ટ્રાન્ઝિસ્ટ વોરંટ આધારે દમણમાં લાવી દમણ JMFC કોર્ટમાં રજૂ કર્યા હતાં.જ્યાં નામદાર કોર્ટે બંને આરોપીઓના 28મી સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હોવાનું નાની દમણ પોલીસ મથકના PI સોહિલ જીવાણીએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.