ETV Bharat / state

PM મોદીના કેન્દ્રશાસિત પ્રદેશના પ્રવાસને યાદગાર બનાવવા તંત્રની તૈયારી, પ્રશાસકે કરી વિશેષ અપીલ

સેલવાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 30 નવેમ્બરે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણના પ્રવાસે (PM Narendra Modi to visit Union Territory) આવશે. અહીં તેઓ સેલવાસમાં નમો મેડિકલ કૉલેજનું ઉદ્ઘાટન (Inauguration of Namo Medical College in Selvas) કરશે. સાથે જ અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. તેમના આગમન પહેલા કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફૂલ પટેલે (Union Territory Administrator Praful Patel) સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો.

PM મોદીના કેન્દ્રશાસિત પ્રદેશના પ્રવાસને યાદગાર બનાવવા તંત્રની તૈયારી, પ્રશાસકે કરી વિશેષ અપીલ
PM મોદીના કેન્દ્રશાસિત પ્રદેશના પ્રવાસને યાદગાર બનાવવા તંત્રની તૈયારી, પ્રશાસકે કરી વિશેષ અપીલ
author img

By

Published : Nov 14, 2022, 4:03 PM IST

સેલવાસ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 નવેમ્બરે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણના પ્રવાસે આવશે. અહીં તેઓ સેલવાસમાં નમો મેડીકલ કૉંલેજનું ઉદ્ઘાટન કરશે, સાથે જ દમણમાં સી-ફેસ જેટ્ટી પર ભવ્ય રોડ શૉ કરશે. ઉપરાંત વડાપ્રધાન વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. ત્યારે વડાપ્રધાનના આગમન પહેલા કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફૂલ પટેલે (Union Territory Administrator Praful Patel) સમાજના શ્રેષ્ઠીઓ અને આગેવાનો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો.

30 નવેમ્બરે મોદી સેલવાસ-દમણની મુલાકાતે સંવાદ કાર્યક્રમમાં તંત્ર દ્વારા તમામનું સ્વાગત કર્યુ હતું. તેમાં પ્રશાસક પ્રફુલ પટેલે (Union Territory Administrator Praful Patel) સૌ પ્રથમ ઉપસ્થિત તમામનું સ્વાગત કરી જણાવ્યું હતું કે, વડાપ્રધાનના કારણે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ અને દીવમાં અભૂતપૂર્વ કામ (PM Narendra Modi to visit Union Territory) થયા છે. તેમાંના મહત્વના કહી શકાય તેવા મેડીકલ કૉલેજના ખાતમુહૂર્ત બાદ હવે તેના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન 30મી નવેમ્બરે ઉપસ્થિત રહેશે. તેમનું ભવ્ય સ્વાગત કરી કાર્યક્રમને સફળ બનાવવો જોઈએ.

મુલાકાત પહેલા અનેક કાર્યક્રમો કરી શકાય

PMની મુલાકાતને યાદગાર બનાવવા પ્રફુલ પટેલની અપીલ આ માટે પ્રશાસન સાથે જિલ્લા પંચાયત, નગરપાલિકા, ઉદ્યોગકારો, NGO, રાજકીય આગેવાનો બધા આગળ આવે અને વિવિધ પ્રકારે સ્વાગતના અયોજનો કરે. ઉમંગ અને ઉત્સાહના આ પ્રસંગને વધાવવા 2,00,000 લોકો હાજર રહે તેવું આયોજન કરે. આ માટે રાજકીય આગેવાનો સાથે ઉદ્યોગોના સંચાલકો, કામદારો સાથ સહકાર આપે, નગરપાલિકાના પ્રમુખ આગેવાનો સરપંચો, જિલ્લા પંચાયતના પ્રમુખ આગેવાનો પણ મોટી સંખ્યામાં જનમેદની લાવે તેવી અપીલ પ્રફુલ પટેલે (Union Territory Administrator Praful Patel) કરી હતી.

મુલાકાત પહેલા અનેક કાર્યક્રમો કરી શકાય તેમણે ઉમેર્યું હતું કે, વિવિધ સંસ્થાઓ રક્તદાન કેમ્પ કરે, દિવાળી જેવા ઉત્સવનો આનંદ અપાવવા આગલા દિવસની સાંજે દરેક પોતાના ઘરે, આંગણામાં 5-5 દીવડા, મીણબત્તી પ્રગટાવે, દરેક નાગરિકો તેમના ઘરે રંગોળી કરે, સાર્વજનિક મંદિરે મહાઆરતી કરે, બાળકોને તિથિ ભોજન કરાવે, જે લોકોને સરકારી યોજનાનો લાભ મળ્યો છે. તેવા લાભાર્થીઓ, આરોગ્યનો લાભ મેળવનારા નાગરિકોના હસ્તે વડાપ્રધાનનું સ્વાગત થાય જેવા અયોજનો અંગેની રૂપરેખા આ સંવાદ કાર્યક્રમમાં (PM Narendra Modi to visit Union Territory) રજૂ કરી હતી.

આવા આયોજન કરવા સૂચન PMની મુલાકાત (Gujarat Assembly Election 2022) દરમિયાન સ્વચ્છતા અભિયાન સ્પર્ધા, પ્રભાતફેરી, બેનર હોર્ડિંગ સાથે સ્વાગત, પોતાના ઘર આગળ PMનો ફોટો લગાડી સ્વાગત કરે. મેડીકલ વિદ્યાર્થીઓ અને તબીબો મેડિકલ કોલેજની મુલાકાત લે, મેડિકલ સ્ટૂડન્ટસ તેમના વાલીઓ સાથે આવે તેઓને નિરિક્ષણ કરાવે. સાથે જ સોશિયલ મીડિયામાં ડીપી રાખે જેવા કાર્યક્રમોના સૂચન પણ પ્રફુલ પટેલે કર્યું હતું.

સમાજના શ્રેષ્ઠીઓએ પણ આયોજનમાં સહભાગી થવા ખાતરી આપી PMની મુલાકાતને (PM Narendra Modi to visit Union Territory) યાદગાર બનાવવા આયોજિત જનસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં દમણના સાંસદ, જિલ્લા પંચાયતના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખો, તબીબો, સમાજના આગેવાનો સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તમામે પોતાના તરફથી વિવિધ સૂચનો અને સ્વાગત કાર્યક્રમના આયોજન અંગે ખાતરી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.