- સતત વિવાદમાં રહ્યા છે પ્રફુલ પટેલ
- 2 કલાસ વન અધિકારીઓએ સ્યુસાઇડ કરી તેની સ્યુસાઇડ નોટમાં તેના નામનો ઉલ્લેખ
- પૂર્વ કલેકટર કન્નન ગોપીનાથને પણ તેમની સામે ફરિયાદ નોંધાવી હતી
દમણ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પ્રફુલ પટેલે પ્રશાસકનો ચાર્જ સાંભળ્યો ત્યારથી તે સતત વિવાદોમાં રહ્યા છે. હાલમાં જે રીતે તેમના પર મોહન ડેલકરની આત્મહત્યા મામલે ફરિયાદ થઈ છે. તેવી જ રીતે આ પહેલાં પણ દાદરા નગર હવેલીના 2 કલાસ વન અધિકારીઓએ આત્મહત્યા કરી તેની સ્યૂસાઇડ નોટમાં તેમના નામનો ઉલ્લેખ કર્યો હોવાનો અને આ કેસ અંગે ક્યારેય કોઈ મહત્વની વિગતો બહાર નહીં પાડવાના આક્ષેપો થયા છે. પૂર્વ કલેકટર કન્નન ગોપીનાથને પણ તેમની સામે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોઃ મોહન ડેલકર આત્મહત્યા મામલે લોકસભાના સાંસદોએ તપાસની માંગ કરી
કલાસ વન અધિકારી જીજ્ઞેશ કાછીયાએ તેના જ ઘરમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી
સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસ ખાતે કલાસ વન અધિકારી જીજ્ઞેશ કાછીયાએ તેના જ ઘરમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જિજ્ઞેશ કાછીયા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રોજેક્ટ મેનેજર પણ હતા અને તેના મૃતદેહ પાસેથી 8 પાનાની સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે. જીજ્ઞેશ કાછીયા પર ભ્રષ્ટાચારના આરોપો અને આવક કરતાં વધુ સંપત્તિની તપાસ થઈ રહી હતી. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. પોલીસને તપાસ દરમિયાન કુલ 8 પાનાની સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે.
આ પણ વાંચોઃ EXCLUSIVE: સાંસદ મોહન ડેલકર આત્મહત્યાની આરપાર, FIRમાં 9 સામે આરોપ
અધિકારીના આપઘાત કેસમાં હજુ સુધી કોઈ વાસ્તવિકતા બહાર આવી નથી
PDWDના કાર્યપાલક ઇજનેર એસ. એસ. ભોયાનો મૃતદેહ ત્રણ વર્ષ પહેલા પોતાના ઘરના બેડરૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. આત્મહત્યા પૂર્વે તેમણે લખેલી સ્યૂસાઇડ નોટમાં કામના વધુ પડતા ભારણનો ઉલ્લેખ કર્યો હતો. આ બંને અધિકારીના આત્મહત્યા કેસમાં હજુ સુધી કોઈ વાસ્તવિકતા બહાર આવી નથી. હાલ ખુદ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે 16 પાનાની સ્યૂસાઇટ નોટ લખી આત્મહત્યા કરી છે. આ તમામ કેસમાં પ્રશાસક પ્રફુલ પટેલનું નામ સામે આવ્યું છે.
કન્નન ગોપીનાથને IAS સર્વિસમાંથી રાજીનામુ આપી દીધું હતું
10મી એપ્રિલ, 2019ના રોજ ભારતના ચૂંટણી પંચે પ્રફુલ પટેલને એક નોટિસ ફટકારી હતી. જેમાં જણાવ્યું હતું કે તેમની રજૂઆતોએ લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 હેઠળની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હતું. આ ફરિયાદ જે તે સમયના કલેકટર કન્નન ગોપીનાથને કરી હતી. જેનું વેર વાળવા કન્નન ગોપીનાથનની જગ્યાએ સંદીપકુમાર સિંહને દાદરા નગર હવેલીના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. જ્યારે નીડર અને પ્રામાણિક કન્નન ગોપીનાથને IAS સર્વિસમાંથી રાજીનામું આપી દીધું હતું.
માછીમારોના ઘર પર બુલડોઝર ફેરવ્યું, શાળાને જેલમાં તબદીલ કરી
પ્રફુલ પટેલના વિકાસના અભરખાને કારણે મોટી દમણ વિસ્તારમાં કેટલાક માછીમારોનાં ઘરો પર બુલડોઝર ફેરવી તાનાશાહી પ્રશાસનનો પરચો બતાવ્યો હતો. 3 નવેમ્બર, 2019ના રોજ દમણના કલેક્ટર રાકેશ મિન્હાસે કલમ 144નો આદેશ જારી કરી હાઇસ્કૂલને કામચલાઉ જેલમાં તબદીલ કરી હતી. સ્થાનિક સ્વદેશી માછીમારી સમુદાય અને સ્થાનિક વહીવટીતંત્ર વચ્ચે જમીનની માલિકીના વિવાદના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. હંગામી જેલોમાં 70 વિરોધીઓની અટકાયત કરવામાં આવી અને 8 અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રફુલ પટેલ સામે FIRમાં સીધો ઉલ્લેખ
પ્રફુલ પટેલ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દિવમાં આવ્યા છે ત્યારથી તે વિવાદનું બીજું પર્યાય બની ચૂક્યા છે. પરંતુ અત્યાર સુધી તેમની સામે ક્યારેય FIR થઈ નથી કે તેની સામે કોઈએ સીધો આક્ષેપ કર્યો નથી. પરંતુ પ્રથમ વખત મોહન ડેલકરના આત્મહત્યા મામલે તેની સામે ફરિયાદ થઈ છે અને સીધા આક્ષેપો પણ થયા છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પ્રશાસક પ્રફુલ પટેલે પ્રશાસકનો ચાર્જ સાંભળ્યો ત્યારથી તે સતત વિવાદોમાં રહ્યા
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પ્રશાસક પ્રફુલ પટેલે પ્રશાસકનો ચાર્જ સાંભળ્યો ત્યારથી તે સતત વિવાદોમાં રહ્યા છે. હાલમાં જે રીતે તેમના પર મોહન ડેલકરની આત્મહત્યા મામલે ફરિયાદ થઈ છે. તેવી જ રીતે એ પહેલાં પણ દાદરા નગર હવેલીના 2 કલાસ વન અધિકારીઓએ આત્મહત્યા કરી તેની સ્યૂસાઇડ નોટમાં તેના નામનો ઉલ્લેખ કર્યો હોવાના અને તે કેસ અંગે ક્યારેય કોઈ મહત્વની વિગતો બહાર નહિ પાડવાના આક્ષેપો થયા છે. પૂર્વ કલેકટર કન્નન ગોપીનાથને પણ તેમની સામે ફરિયાદ નોંધાવી હતી.