વાપીમાં single use plasticનો ઉપયોગ બંધ કરવા પ્રાયોગિક ધોરણે વાપીની શાળાના વિદ્યાર્થીઓને સામેલ કરી પાલિકાએ વિવિધ શાળાના વિદ્યાર્થીઓને પોતાના ઘરેથી single use plasticની વિવિધ આઇટમો જેવી કે, પ્લાસ્ટિક ઝભલા, ખાલી પ્લાસ્ટિક બોટલ, પાણીના પાઉચ, ડિસ્પોઝલ પાણીના ગ્લાસ વગેરે તથા જુના પેપર, જૂની નોટબુકો તેમજ ઈ-વેસ્ટ જેવી કે, ખરાબ થયેલા સેલ, ચાર્જર કી બોર્ડ, માઉસ, કમ્પ્યૂટર ખરાબ મોબાઈલ વગેરે પાલિકાની ટીમે નક્કી કરેલી તારીખે શાળાના સમયે પાલિકાના પ્રતિનિધિ હાજશે અને બાળકો આપશે તો પાલિકા દ્વારા આ ચીજવસ્તુ કિલોદીઠ મેળવીને દર બે કિલોગ્રામ દીઠ 1 નોટબુક બાળકોને આપવામાં આવશે.
આ અભિયાન સાથે શહેરના તમામ મુખ્ય માર્ગો પર ખાસ બેનર મારી લોકોને પ્લાસ્ટિક મુક્ત વાપી બનાવવાના અભિયાનમાં સહયોગ કરવાની અપીલ કરી છે. પાલિકાએ અત્યાર સુધીમાં 450 કિલો પ્લાસ્ટીક જપ્ત કર્યું છે. જ્યારે વાપી નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા પણ જીઆઇડીસી વિસ્તારમાં પ્લાસ્ટિકની થેલીના વપરાશ સામે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમ 2016 અંતર્ગત 50 માઈક્રોનથી ઓછી જાડાઇ વાળી કેરી બેગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિસ્તારમાં સત્તા મંડળ વાપી દ્વારા ચકાસણી હાથ ધરાઇ હતી. જેમાં ફરસાણની દુકાન, બેકરીની દુકાન, મોલ, પ્રોવિઝન સ્ટોર અને અન્ય ધંધાકીય એકમો 50 માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકની થેલી વાપરતા હોય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી.
પ્લાસ્ટિક મુક્ત વાપીની ઝુંબેશમાં સંસ્થાઓ પણ જોડાઈ રહી છે. કન્સ્ટ્રક્શન ક્ષેત્રે સંકળાયેલ પ્રમુખ ગ્રૂપ દ્વારા પણ પોતાની બાંધકામ સાઇટ પર કામ કરતા કામદારોને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અને વાપીને પ્લાસ્ટિક મુક્ત વાપી બનાવવામાં સહયોગ કરવા અપીલ કરી હતી.