ETV Bharat / state

એન્ટિલિયા કેસ: NIAની ટીમે વોલ્વો કાર બાદ 7.5 લાખની સ્પોર્ટ્સ બાઇક કબજે કરી - દમણ પોલીસે મૌન સેવ્યું

મુંબઈ એન્ટિલિયા કેસમાં સચિન વાજેની ધરપકડ બાદ રોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. જેમાં સચિન વાજે સાથે મીના જ્યોર્જ નામની મહિલાનું નામ ઉછળ્યું છે. તે મહિલાના નામની 7.5 લાખની સ્પોર્ટ્સ બાઇકનો કબજો NIAની ટીમે દમણથી મેળવ્યો છે. જો કે, આ અંગે દમણ પોલીસે મૌન સેવ્યું હોવાથી તેમના તરફથી કોઈ પુષ્ટિ મળી નથી.

એન્ટિલિયા કેસ: NIAની ટીમે વોલ્વો કાર બાદ 7.5 લાખની સ્પોર્ટ્સ બાઇક કબજે કરી

author img

By

Published : Apr 6, 2021, 12:53 PM IST

  • એન્ટિલિયા કેસમાં દમણથી સ્પોર્ટ્સ બાઇક મળ્યું
  • NIAની ટીમે સ્પોર્ટ્સ બાઈકનો કબજો લીધો
  • મીના જ્યોર્જના નામે રજીસ્ટર્ડ છે સ્પોર્ટ્સ બાઇક

દમણ: એન્ટિલિયા કેસમાં થોડા દિવસ અગાઉ દમણથી વોલ્વો કાર જપ્ત કર્યા બાદ હવે NIAની ટીમે દમણથી જ એક સ્પોર્ટ્સ બાઇક પણ કબ્જે કરી છે. આ બાઇક મીના જ્યોર્જની હોવાનું સામે આવ્યું છે જેથી તેની સામે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. સુત્રોનું માનીએ તો સચિન વાઝે સાથે મીના જ્યોર્જ નામની મહિલા પણ આ કેસમાં સંડોવાયેલી છે. જે અંગે હાલ NIAની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: એન્ટિલિયા પ્રકરણ : બુકી નરેશને સીમકાર્ડ આપનારા કચ્છના વધુ એક દેવીશેઠનું નામ ખુલ્યું

7.50 લાખની સ્પોર્ટસ બાઈક નાની દમણથી જપ્ત કરી

દમણમાં ગત દિવસોમાં ઉદ્યોગપતિ અભિષેક અગ્રવાલના ઘરેથી મુંબઈ CBI અને NIAની ટીમે એક વોલ્વો કાર કબજે કરી હતી. એન્ટિલિયા કેસમાં આ કારનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ સચિન વાજેને હોટેલમાં મળનાર મહિલાની તપાસ NIAની ટીમે હાથ ધરી હતી. જેમાં 2 દિવસ અગાઉ, NIAની ટીમ મીના જ્યોર્જ નામની જે મહિલાની તપાસ કરી રહી હતી, તે મહિલાના નામે રજિસ્ટર્ડ 7.50 લાખની સ્પોર્ટસ બાઈક નાની દમણથી જપ્ત કરી હતી.

દમણ પોલીસે બાઇક અંગે મૌન સેવ્યું

બાઇક અંગે દમણ પોલીસ પાસે વિગતો મેળવવાની કોશિશ કરતા દમણ પોલીસ દ્વારા આ અંગે કોઈ જ જાણકારી આપી નહોતી અને સંપૂર્ણ મૌન સેવ્યું હતું. જ્યારે, સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ, મીના જ્યોર્જના નામે રજીસ્ટર્ડ સ્પોર્ટ્સ બાઇક NIAની ટીમે કબજે કરી છે. બાઇક નાની દમણ વિસ્તારમાંથી કબજે કરી મુંબઇ લઈ જવાઈ છે. આ બાઈકનું વાજે કેસ સાથે સંબંધિત હોવાનું સૂત્રો માની રહ્યા છે. જો કે, બાઇક અંગે NIA તરફથી પણ કોઈ ચોક્કસ વિગતો જાહેર કરવામાં આવી નથી.

આ પણ વાંચો: એન્ટિલિયા કેસઃ પુરાવા નાશ કરવામાં સબ ઇન્સ્પેક્ટર રિયાઝુદ્દીને સચિન વાઝેની મદદ કરી

મીના જ્યોર્જની ગયા સપ્તાહના અંતે ધરપકડ કરાઈ હતી

મીરા રોડમાં ભાડા પર રહેતી મીના જ્યોર્જ ટ્રાઈડેન્ટ હોટેલના CCTV ફૂટેજમાં સચિન વાજે સાથે દેખાઈ હતી. ગયા સપ્તાહના અંતે તે એરપોર્ટ પરથી પકડાઈ હતી. તે સમયથી NIAની ટીમ તેની પૂછપરછ કરી રહી છે જેના ભાગરૂપે સ્પોર્ટસ બાઇક પણ સંઘપ્રદેશ દમણથી જપ્ત કરવામાં આવી છે.

નદીમા ફેંકવામા આવેલી નંબર પ્લેટ નાડેના વાહનની હતી.

એજન્સીના અધિકારી સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાજેને રવિવારે મીઠી નદી પર લઈ ગયા હતા અને ડ્રાઇવર્સની મદદથી બે ડિજિટલ વીડિયો રેકોર્ડર, બે સીપીયુ, એક લેપટોપ, બે હાર્ડ ડિસ્ક, બે નંબર પ્લેટો અને એક પ્રિંટર મળી આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જાલાનાના સામાજિક ન્યાય વિભાગમા ક્લાર્ક તરીકે કામ કરનાર ઔરંગાબાદ રહેવાસી વિજય નાડેને વાહનની નંબર પ્લેટના સંબંધે પત્રકારોના ફોન આવવાના શરૂ થઇ ગયા હતા. ત્યારબાદ સોમવારે તેઓ સિટી ચોક પોલીસ થાને ગયા હતા. તેમણે કહ્યું કે, નદીમાં ફેંકવામા આવેલી એક નંબર પ્લેટ નાડેના વાહનની હતી.

સચિન વજે કેસમાં દમણથી મળી વોલ્વો કાર

એન્ટિલિયા કેસમાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વજેની ધરપકડ બાદ આ સમગ્ર મામલે રાજકારણ ગરમાયુ છે. જેમાં સચિન વજેની વોલ્વો કારને લઈને તપાસ ચાલી રહી હતી. તે વોલ્વો કાર દમણમાં એક ઉદ્યોગપતિના ઘરેથી મળી આવતા ચકચાર મચી ગઇ છે. સમગ્ર ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો મુંબઈ ATS દ્વારા દમણ પોલીસનો સંપર્ક કરી દમણના દુણેઠા વિસ્તારમાં જેમ્સ પ્લાઝા સામે આવેલ અભિષેક નાથાણીના ઘરે છાપો મારી તેની પૂછપરછ કરી ઘરે રહેલ કાર અને અભિષેકને પોતાની સાથે મુંબઈ લઈ જવા રવાના થયા હતાં.

કારના માલિક અંગે સવાલો ઉભા થયા

હાલ આ સમગ્ર મામલે મળતી વિગતો મુજબ અભિષેક નાથાણી સચિન વજેનો મિત્ર હોવાનું અને તેમની પાસે વોલ્વો કાર મળી આવી હોવાની વિગતો મળી છે. જે અંગે વધુ તપાસ ATS દ્વારા હાથ ધરાય હોય તે તપાસ બાદ જ જાણવા મળશે કે ખરેખર આ કારનો માલિક કોણ છે. કાર સચિન વજેની જ છે કે કેમ? તેમજ અભિષેક સાથે સચિન વઝેના કેવા સંબંધો હતાં. તેને કાર આપી હતી કે કેમ? તેવા સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો: એન્ટિલિયા કેસમાં ગુજરાત કનેક્શન : અમદાવાદમાંથી ખરીદવામાં આવ્યા હતા સીમ કાર્ડ

હિરેનની કારનો ઉપયોગ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક સામગ્રી રાખવા માટે કરાયો

ઉલ્લેખનીય છે કે, હિરેનની કારનો ઉપયોગ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક સામગ્રી રાખવામાં માટે કરાયો હતો. NIAના અધિકારીઓએ કહ્યું કે, દેવજીત નામના વ્યક્તિ સંચાલિત 'આશીષ ક્લબ' પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેઓએ જણાવ્યું કે, દેવજીતે આરોપી પૈકીના એક નરેશ ગૌરને વાજેના આદેશથી કથિત રૂપે નોકરી આપી હતી.

નરેશે ગુજરાતમાંથી સિમ કાર્ડ ખરીદ્યા

અધિકારીઓએ કહ્યું કે, વાજેએ નરેશને આદેશ આપ્યો હતો કે, તે પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે સિમ કાર્ડ ખરીદે. અધિકારીઓએ જણાવ્યું કે, નરેશે કથિત રૂપે પડોશી રાજ્ય ગુજરાતમાંથી સિમ કાર્ડ ખરીદ્યા હતા અને સહ આરોપી વિનાયક શિંદે દ્વારા વાજેને આપવામાં આવ્યા હતા.

વાજે હાલ પોલીસ કસ્ટડીમાં

વાજેની NIA દ્વારા 15 માર્ચે અટકાયત કરવામાં આવી હતી અને હાલમાં તે 3 એપ્રિલ સુધી કેન્દ્રીય એજન્સીની કસ્ટડીમાં છે. હિરેન હત્યા કેસમાં પ્રાથમિક તપાસ હાથ ધરતા મહારાષ્ટ્ર ATS દ્વારા ગૌર અને શિંદેની ધરપકડ કરવામાં આવી હતી.

એન્ટિલિયા નજીકથી વિસ્ફોટક ભરેલી કાર મળી આવી હતી

મુકેશ અંબાણીના નિવાસ્થાન એન્ટિલિયા નજીકથી વિસ્ફોટક ભરેલી કાર મળી આવી હતી, ત્યારબાદ આ સમગ્ર ઘટનાક્રમની તપાસ મહારાષ્ટ્ર ATS અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવતા મુખ્ય આરોપી તરીકે સસ્પેન્ડ કરાયેલા અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વાજેનું નામ આવ્યું હતું. આ કેસમાં કચ્છના બુકી નરેશ ગૌરેએ સિમ કાર્ડ આપ્યા હોવાનું ખુલ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.