- દમણમાં કોરોના રસીકરણ અભિયાન પૂરજોશમાં
- મોટી સંખ્યમાં લોકો આવી રહ્યા છે રસી મુકાવવા
- લોકોને રસી લેવા માટે અપિલ કરવામાં આવી
દમણ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દિવ પ્રશાસને કોવિડને અટકાવવા માટે રસીકરણ ઝડપી બનાવ્યું છે. દમણમાં 45+ની સાથે 18+ લોકોનું રસીકરણ અભિયાન ખુબ જોરમાં શરુ કર્યું છે. આ રસીકરણ અભિયાનને લઈને પ્રદેશના યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કોરોના રસીકરણનો યજ્ઞ
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં અત્યાર સુધીમાં 56000થી પણ વધુ લોકોએ કોવિડ-19ની વેક્સીન મુકાવીને રસીકરણ અભિયાનમાં મહત્વનું યોગદાન આપ્યું છે. મંગળવારે દમણમાં 5 જગ્યાએ કુલ 3300 વેકસીનના સ્લોટ સાથે રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભેંસલોર કોળી સમાજ હોલમાં 1200, મોટી દમણ આદિવાસી ભવનમાં 500, ભીમપોર આશ્રમ શાળામાં 500, ડાભેલ સ્કૂલમાં 500 અને સાર્વજનિક સ્કૂલમાં 600 ડોઝનો ટાર્ગેટ રખાયો હતો.
આ પણ વાંચો : દેશમાં વસ્તીની ટકાવારીની દ્રષ્ટિએ વેક્સિનેશનની પ્રક્રિયામાં જામનગર પ્રથમ ક્રમે
તમામ લોકોને વેકસીનના ડોઝ લેવા અપીલ
યુવાનોએ ઉત્સાહભેર જણાવ્યું હતું કે વેકસીન કેમ્પમાં ખૂબ જ સરસ સગવડ ઉભી કરવામાં આવે છે. પ્રશાસક અને કલેકટર સહિતના એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ સતત તેનું મોનીટરીંગ કરી રહ્યા છે. દમણવાસીઓને અપીલ છે કે જ્યારે પ્રશાસને આ વ્યવસ્થા ઉભી કરી છે તો લોકોએ પણ તેનો લાભ લેવા વેકસીનના બને તેટલા વહેલા ડોઝ લઈ લેવા જોઈએ.