ETV Bharat / state

Monsoon Gujarat 2022: વાપી રેલવે અંડરબ્રિજમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનો આબાદ બચાવ - વાપીમાં જનજીવન અસ્તવ્યસ્ત

વાપીમાં વહેલી સવારથી ભારે વરસાદ (heavy rain in Vapi)વરસી રહ્યો છે. સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 40mm વરસાદ વરસતા રેલવે ગરનાળામાં કમર સુધીના પાણી(Monsoon Gujarat 2022) ભરાયા હતાં. પાણીમાં પોદા સ્કૂલની બસ ફસાઈ હતી. જેમાં શાળાએ જવા નીકળેલા 20 જેટલા વિદ્યાર્થીઓને સમયસર બહાર કાઢવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી.

Monsoon Gujarat 2022: વાપી રેલવે અંડરબ્રિજમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનો આબાદ બચાવ

author img

By

Published : Jul 7, 2022, 1:20 PM IST

દમણઃ વાપીમાં વહેલી સવારથી અવિરત વરસાદ (heavy rain in Vapi)વરસી રહ્યો છે. જેને લઈને વાપીમાં જનજીવન અસ્તવ્યસ્ત (Monsoon Gujarat 2022)બન્યું છે. વાપીના(Gujarat monsoon forecast) રેલવે ગરનાળામાં પાણી ભરાતા સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. જ્યારે આસપાસના તમામ મુખ્ય માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

બાળકોને સહી સલામત બહાર કાઢી લીધા - વાપીમાં વરસી રહેલા ધોધમાર વરસાદમાં રેલવે ગરનાળામાં (Rain In Gujarat)કમર સુધીના પાણી ભરાયા હોવા છતાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની બસના ડ્રાઇવરે પાણીમાંથી બસ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બસ પાણીમાં જ ફસાઈ ગઈ હતી. જેને કારણે સ્કૂલમાં શાળાએ જવા નીકળેલા વિદ્યાર્થીઓને સમય સર બસની બહાર કાઢવાની નોબત( underbridge was flooded)આવી હતી. શાળાએ જવા નીકળેલા 20 જેટલા વિદ્યાર્થીઓને સમયસર બહાર કાઢવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી.

વાપી રેલવે અંડરબ્રિજમાં સ્કૂલ બસ ફસાઈ

આ પણ વાંચોઃ રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, આ જિલ્લામાં જોવા મળ્યો અદભૂત નજારો

નદી નાળાઓમાં પાણી વહી નીકળ્યા- ભારે વરસાદમાં રેલવે ગરનાળામાં કમર સુધીના પાણી ભરાતા વાપી ચલા ઓવરબ્રિજ પર અને તેને જોડતા ગીતાનગર, ગુંજન, ઈમરાન નગર, આસોપાલવ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. વહેલી સવારમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલા વરસાદે વાપીમાં પાણી પાણી કરતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં. સવારથી જ વરસાદ પડી રહ્યો હોય વાપીના રસ્તાઓ, નદી નાળાઓમાં પાણી વહી નીકળ્યા છે. વાપીના જીવાદોરી સમાન રેલવે અંડરપાસમાં વધારે પડતું પાણી ભરાવાથી અવરજવર બંધ કરવામાં આવી છે. જો કે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના ડ્રાઇવરે પાણીમાંથી બસને બહાર કાઢવાનું સાહસ કર્યા બાદ સતર્કતા વાપરી 20 જેટલા બાળકોને સહી સલામત બહાર કાઢી લીધા હતાં.

આ પણ વાંચોઃ લીલીછમ હરિયાળી અને પહાડોથી ઘેરાયેલો ડેમ ઓવરફ્લો થતા વાતાવરણ પર લોકો આફરીન

દમણમાં 24 કલાકમાં 155mm વરસાદ - વાપી ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં બુધવાર સવારના 6 વાગ્યાથી ગુરુવાર સવારના 6 વાગ્યા સુધીમાં જિલ્લામાં સરેરાશ સવા ઇંચથી પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વહેલી સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ભારે પવન સાથે વાપીમાં 40mm વરસાદ વરસ્યો છે. તો, સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સવારના 8 વાગ્યે પુરા થતા 24 કલાકમાં 47mm વરસાદ વરસ્યો છે. દમણમાં અનરાધાર 155.4mm વરસાદ વરસ્યો છે. મધુબન ડેમમાં 3986 ક્યુસેક નવા નીર ની આવક થતા ડેમનું રુલ લેવલ 70.75 મીટરે પહોંચ્યું છે. જ્યારે 918 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.