ETV Bharat / state

વાપીમાં ધ્વજવંદન કાર્યક્રમમાં નગરસેવકો ગેરહાજર ,પ્રભાતફેરીમાં શાળાના બાળકો બાકાત - Daman letest news

26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે સમગ્ર દેશભરની સાથે વાપી નગરપાલિકા વિસ્તારમાં પણ પ્રજાસત્તાક પર્વને ધ્યાનમાં રાખી તિરંગાને સલામી આપવા સહિત પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ વખતે પ્રભાતફેરીમાં શાળાના બાળકો બાકાત રહ્યા હતા. જ્યારે વાપી ફાયર વિભાગના જવાનો જોડાયા હતા

etv
વાપીમાં નગરપાલિકાના ધ્વજવંદનમાં સભ્યો રહ્યા ગેરહાજર,પ્રભાતફેરીમાં શાળાના બાળકો બાકાત
author img

By

Published : Jan 27, 2020, 6:57 AM IST

વાપીઃ નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ હોય કે, 15મી ઓગસ્ટનું આઝાદી પર્વ હોય, આ દિવસે શાળાના બાળકો અચૂક જોડાય છે. દર વર્ષે સવારમાં શહેરના મુખ્ય વિસ્તારોમાં બાળકો સાથે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવે છે. એ મુજબ આ વખતે પણ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રભાત ફેરીમાં શાળાના શિક્ષકોને પ્રજાસત્તાક પર્વનું આમંત્રણના અપાયું હતુ છતા પણ શાળાના બાળકો પ્રભાતફેરીમાંથી બાકાત રહ્યા હતા, જ્યારે પ્રથમ વખત પ્રભાત ફેરીમાં ફાયરના જવાનો જોડાયા હતા. તેઓની સાથે નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર સહિતના પદાધિકારીઓ અધિકારીઓ પણ જોડાયા હતા.

વાપીમાં નગરપાલિકાના ધ્વજવંદનમાં સભ્યો રહ્યા ગેરહાજર,પ્રભાતફેરીમાં શાળાના બાળકો બાકાત

વાપી નગરપાલિકા આયોજિત પ્રજાસત્તાક પર્વ તિરંગા સલામી નિમિત્તે વાપીના નગરપાલિકાથી ઝંડા ચોક સુધી વ્હોરા બેન્ડના સથવારે ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું. આ રેલી ઝંડાચોક પર વિરામ પામી હતી. જ્યાં વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલભાઈએ તિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વની શહેરીજનોને શુભકામના પાઠવી હતી.

ઝંડા ચોક પર ત્રિરંગાને સલામી આપ્યા બાદ હાજર રહેલા નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ અને શહેરીજનોએ નગર પાલિકા ભવનમાં આવેલા તિરંગા સ્થળે નગરપાલિકાના ઉપપ્રમુખ મુકુંદાબેનની સાથે તિરંગાને સલામી આપી રાષ્ટ્રગાન કરી ગણતંત્ર દિનની શુભેચ્છાઓ આપી હતી. જો કે, નવાઈ પમાડે તેવી વાત એ હતી કે, બંને કાર્યક્રમ નગરપાલિકા આયોજીત હોવા છતાં આ કાર્યક્રમમાં નગરપાલિકાના મોટાભાગના સભ્યો ગેરહાજર રહ્યા હતા.

Intro:Location :- વાપી

વાપી :- 26 મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે સમગ્ર દેશભરની સાથે વાપી નગરપાલિકા વિસ્તારમાં પણ પ્રજાસત્તાક પર્વને ધ્યાનમાં રાખી તિરંગાને સલામી આપવા સહિત પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ સમગ્ર કાર્યક્રમમાં દાર વખતે પ્રભાતફેરીમાં જોડાતા શાળાના બાળકો બાકાત રહ્યા હતા. જ્યારે વાપી ફાયર વિભાગના જવાનો જોડાયા હતા. પ્રભાતફેરી બાદ વ્હોરા બેન્ડના સથવારે ઝંડા ચોક ખાતે પાલિકાના પ્રમુખે જ્યારેે નગરપાલિકા ખાતે પાલિકા ઉપપ્રમુખે તિરંગાને સલામી આપી હતી બંને સ્થળોના સલામી કાર્યક્રમમાં પાલિકાના સભ્યો ગેરહાજર રહેતા નગરજનોમાં અચરજ જોવા મળ્યું હતું.Body:વાપી નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ હોય કે 15મી ઓગસ્ટનું આઝાદી પર્વ હોય, આ દિવસે શાળાના બાળકો અચૂક જોડાય છે. દર વર્ષે સવારમાં શહેરના મુખ્ય વિસ્તારોમાં બાળકો સાથે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવે છે. એ મુજબ આ વખતે પણ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ પ્રભાત ફેરી માં શાળાના શિક્ષકોને પ્રજાસત્તાક પર્વનું આમંત્રણ ના અપાયું હોય શાળાના બાળકો પ્રભાતફેરી માંથી બાકાત રહ્યા હતામ. જ્યારે પ્રથમ વખત પ્રભાત ફેરીમાં પ્રથમ વખત ફાયરના જવાનો જોડાયા હતા. તેઓની સાથે નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર સહિતના પદાધિકારીઓ અધિકારીઓ પ્રભાતફેરી યોજી હતી.

 તે બાદ વાપી નગરપાલિકા આયોજિત પ્રજાસત્તાક પર્વ તિરંગા સલામી નિમિત્તે વાપીના નગરપાલિકાથી ઝંડા ચોક સુધી વ્હોરા બેન્ડના સથવારે ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું. આ રેલી ઝંડાચોક પર વિરામ પામી હતી. જ્યાં વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલભાઈએ તિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વની શહેરીજનોને શુભકામના પાઠવી હતી.

Conclusion:ઝંડા ચોક પર ત્રિરંગાને સલામી આપ્યા બાદ હાજર રહેલા નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ અને શહેરીજનોએ નગર પાલિકા ભવનમાં આવેલા તિરંગા સ્થળે નગરપાલિકાના  ઉપપ્રમુખ મુકુંદાબેનની સાથે તિરંગાને સલામી આપી રાષ્ટ્રગાન ગાઇ ગણતંત્ર દિનની શુભેચ્છાઓ આપી હતી. જોકે નવાઈ પમાડે તેવી વાત એ હતી કે બંને કાર્યક્રમ નગરપાલિકા આયોજીત હોવા છતાં આ કાર્યક્રમમાં નગરપાલિકાના મોટાભાગના સભ્યો ગેરહાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.