ETV Bharat / state

દમણના કાઉન્સિલર સલીમ મેમણની હત્યામાં સંડોવાયેલો મેહુલ ઠાકુર દિલ્હી એરપોર્ટથી ઝડપાયો

દમણ મ્યુનિસિપલ કાઉન્સિલર સલીમ અનવર બારવટિયાની 2જી માર્ચના સાંજે તેના જ ખારીવાડ સ્થિત બાઇકના શોરૂમમાં પ્રવેશી 5 ઇસમોએ અંધાધુંધ ફાયરિંગ કરીને હત્યા કરી હતી. આ કેસમાં દમણ પોલીસે હત્યા કરાવવા માટે સોપારી આપનાર વાપીના ચલા સ્થિત મોહિત પાર્કમાં રહેતા ઉપેન્દ્ર રામજી રાયની ધરપકડ કરી હતી. આ આરોપી મેહુલ ઠાકુર બેંગકોકથી ભારત પરત આવતા જ દિલ્લી એરપોર્ટથી તેની ધરપકડ કરાઇ હતી. હાલ તેને દમણ લાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દમણના કાઉન્સિલર સલીમ મેમણની હત્યામાં સંડોવાયેલ મેહુલ ઠાકુરને દિલ્હી એરપોર્ટથી દબોચી લીધો

author img

By

Published : Jun 27, 2020, 2:33 PM IST

દમણ: સંઘપ્રદેશ દમણની મ્યુનિસિપલ કાઉન્સિલના કાઉન્સિલર સલીમ મેમણ હત્યા કેસમાં સોપારી આપનારા વાપીના ઉપેન્દ્ર રાય સહિત ત્રણની ધરપકડ કરાયા બાદ જેમાં વાપીનો મેહુલ ઠાકુર વોન્ટેડ હતો. જેને દમણ પોલીસે બેંગકોકથી પરત ભારત આવતા દિલ્હી એરપોર્ટથી ઝડપી પાડ્યો છે.

દમણ મ્યુનિસિપલ કાઉન્સિલર સલીમ અનવર બારવટિયાની 2જી માર્ચના સાંજે તેના જ ખારીવાડ સ્થિત બાઇકના શોરૂમમાં પ્રવેશી 5 ઇસમોએ અંધાધુંધ ફાયરિંગ કરીને હત્યા કરી હતી. આ કેસમાં દમણ પોલીસે હત્યા કરાવવા માટે સોપારી આપનારા વાપીના ચલા સ્થિત મોહિત પાર્કમાં રહેતા ઉપેન્દ્ર રામજી રાયની ધરપકડ કરી હતી.

દમણના કાઉન્સિલર સલીમ મેમણની હત્યામાં સંડોવાયેલો મેહુલ ઠાકુર દિલ્હી એરપોર્ટથી ઝડપાયો
આરોપી ઉપેન્દ્રએ જણાવ્યું હતું કે, ધંધાની અદાવત અને પ્રોપર્ટી વિવાદમાં સોપારી આપી તેણે જ હત્યા કરાવી હતી. જેમાં પોલીસે ઉપેન્દ્ર રાય સહિત વાપી ડુંગરામાં રહેતા જાવેદ મતિઉલ્લાહ ખાન અને એક શાર્પશુટર સંતોષ શ્યામનારાયણ દુબેની ધરપકડ કરી હતી. આ કેસમાં વાપીના વોન્ટેડ આરોપી મેહુલ ઠાકુરની બેંગકોકથી પરત આવતા દિલ્લી એરપોર્ટથી ધરપકડ કરાઇ છે.આરોપી મેહુલ ઠાકુર ઉપેન્દ્ર રાયનો સહયોગી છે અને સલીમ મેમણ હત્યા કેસમાં તેણે પણ સાજિશ રચી હતી. જેથી દમણ પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. મેહુલ ઠાકુર વાપીનો મોટો લેબર કોંટ્રાક્ટર પણ છે.દમણ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી દરેક એરપોર્ટ પર લુક આઉટ નોટિસ પણ આપી હતી. આરોપી મેહુલ ઠાકુર બેંગકોકથી ભારત પરત આવતા જ દિલ્લી એરપોર્ટથી તેની ધરપકડ કરાઇ હતી. હાલ તેને દમણ લાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.