ETV Bharat / state

દમણના વહીવટી તંત્ર દ્વારા સરહદ બંધ કરી દેવાતા કુંતા ગામના લોકો મુશ્કેલીમાં મૂકાયા - latest news of gujarat

સંઘપ્રદેશ દમણની સરહદથી ઘેરાયેલા ગુજરાતના કુંતા ગામના લોકોએ દમણના વહીવટી તંત્ર દ્વારા સરહદ બંધ કરી દેવાતા હોબાળો મચાવ્યો હતો અને તંત્ર સમક્ષ આવાગમન માટે સરહદ ખોલી દેવા ઉગ્ર રજૂઆત કરી હતી. આ ગામના લોકોને આરોગ્યથી માંડીને નોકરી અને બેંકની લેવડદેવડ માટે દમણમાં જ આવવું પડતું હોવાથી બોર્ડર સિલ કરી દેતા તેઓ મુશ્કેલીમાં મૂકાયા છે.

દમણના વહીવટી તંત્ર દ્વારા સરહદ બંધ કરી દેવાતા કુંતા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા

author img

By

Published : May 6, 2020, 2:20 PM IST

દમણ: 5મી મેથી દમણમાં દારૂની દુકાનો ખોલવાનો નિર્ણય લેવાયા બાદ દમણની વાઇનશોપ પર શરાબના શોખીનો દારૂ ખરીદવા આવતા હોવાની બૂમો ઉઠતા દમણ પોલીસે ભેંસલોર ખાતે મુખ્ય માર્ગ ખોદી નાખી બેરીકેટ લગાવી બોર્ડર સીલ કરી દીધી હતી. પોલીસની આ કામગીરીને કારણે મૂળ ગુજરાતનું ગામ પણ ચારેબાજુથી દમણની બોર્ડરથી ઘેરાયેલા કુંતા ગામના લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

દમણના વહીવટી તંત્ર દ્વારા સરહદ બંધ કરી દેવાતા કુંતા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા
ગામમાં એક બાળકને હોસ્પીટલ લઈ જવાની નોબત આવી હતી. જેથી તમામ મુખ્ય માર્ગ પર કડક પોલીસ બંદોબસ્ત હોવાથી તેને દવાખાને નહિ લઇ જવા દેવાતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. પરંતુ આ અંગે રોષે ભરાયેલા ગામ લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો કે, ગામ ભલે ગુજરાતમાં હોય પણ તે દમણની વચ્ચોવચ છે. એટલે આરોગ્યની સારવાર માટે, નોકરી-ધંધા માટે, બેંકના કામકાજ માટે દમણ સાથે જ વર્ષોથી નાતો જોડાયેલા છે.

ગ્રામજનોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી કે, તેમને દમણમાં આવાગમન માટે મંજૂરી આપવામાં આવે અને ગુજરાતમાંથી તેમના ગામને દમણમાં ભેળવી દેવામાં આવે. કેમ કે વર્ષોથી આ ગામ વલસાડ જિલ્લામાં આવતું હોવા છતાં સુવિધાઓ દમણ તરફથી જ મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.