વાપીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંગઠનના સ્થાપના દિવસની ઉજવણી માટે ભવ્ય મટકીફોડ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીના હનુમાનજી મંદિરેથી આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાઆરતી યોજી પ્રથમ મટકી ફોડવામાં આવી હતી.
VHPના સ્થાપના દિવસ નિમિત્તે વાપીમાં VHP દ્વારા ભવ્ય મટકીફોડ કાર્યક્રમ યોજાયો 20 ફૂટ ઊંચે બાંધેલી મટકીને પિરામિડ રચી ગોવિંદાએ ફોડી હતી. ડીજેના તાલે શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી. શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો કેસરી સાફામાં સજ્જ થઇ હાજર રહ્યા હતા. શહેરના યુવાનો નાગરિકો સૌ કોઈ હાથમાં કેસરી ધજા સાથે શોભાયાત્રામાં સામેલ થયા હતા. ડીજેના તાલે ગુંજતા કૃષ્ણ ગીતો ભક્તિગીતો શૈાર્યગીતોમાં સૌ કોઈ નાચગાન સાથે જોડાઈને શહેરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું,
આ શોભાયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શોભાયાત્રા સમગ્ર શહેરમાં ફરી સાંજે 6 વાગ્યા આસપાસ ગુંજન વિસ્તારમાં અંબામાતા મંદિરે મહાઆરતી સાથે સંપન્ન થશે.