ETV Bharat / state

દમણ શહેર ભાજપ અધ્યક્ષના નામાંકન માટે યોજાયેલી બેઠકમાં ભાજપના બે કાર્યકરો વચ્ચે ગાળાગાળી

દમણ: શહેર ભાજપ અધ્યક્ષની ચૂંટણી માટેના નામાંકનની બેઠકમાં ભાજપના બે કાર્યકરો વચ્ચે ગાળાગાળી થઈ હતી. બેઠકમાં ઉપસ્થિત રહેલા દમણ સાંસદ અને અન્ય આગેવાનોએ બન્ને કાર્યકરોને સમજાવતા સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. આ કાર્યકરો વચ્ચે થયેલી બોલાચાલીના કારણે દમણ ભાજપમાં ચાલતો જૂથ વિવાદ સામે આવ્યો હતો.

author img

By

Published : Jan 14, 2020, 11:27 PM IST

nternal term in bjp members during precedent nomination meeting in daman
દમણ શહેર ભાજપ અધ્યક્ષના નામાંકન માટે યોજાયેલી બેઠકમાં ભાજપના બે કાર્યકરો વચ્ચે ગાળાગાળી

દમણમાં ભાજપ કાર્યાલય ખાતે મંગળવારે ઉત્તરાયણના દિવસે જિલ્લા ભાજપની ચૂંટણીને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લામાં તમામ મહત્વના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે દમણ ભાજપના મહત્વના આગેવાન નેતા ગણાતા નવીન અખુંના ભાઈ શશીકાંતે અન્ય કાર્યકર જયેશ પટેલને કાર્યાલયમાં જ ગાળો આપી હતી.

જેને કારણે મામલો તંગ બન્યો હતો. જેમાં જયેશ પટેલે ગાળો આપનાર શશીકાંત જ્યારે પાર્ટી કાર્યાલય બહાર નીકળ્યો ત્યારે તેને રોકી પોતાને અપમાનિત કર્યો હતો. તેના જવાબમાં તેને જાહેરમાં ગાળો આપી અપમાનિત કર્યો હતો. આ સમયે પાર્ટી કાર્યાલય બહાર બોલાચાલીનો મામલો મારામારી સુધી પહોંચે તેવી શક્યતા દેખાતા સાંસદ લાલુભાઈ પટેલ તથા અન્ય આગેવાનોએ બંને કાર્યકરોને સમજાવી રવાના કર્યા હતા.

દમણ શહેર ભાજપ અધ્યક્ષના નામાંકન માટે યોજાયેલી બેઠકમાં ભાજપના બે કાર્યકરો વચ્ચે ગાળાગાળી

ઉલ્લેખનીય છે કે, દમણ ભાજપ કાર્યાલય ખાતે આગામી જિલ્લા અધ્યક્ષની ચૂંટણીને લઈને મંગળવારે દમણ ભાજપ તરફથી દમણ જિલ્લા માટે અસ્પિ દમણિયા અને દીવ જિલ્લા માટે પિયુષ ટંડેલનું નામ સૂચવ્યું હતું. જે અંગે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યકરો વચ્ચે પોતાના વર્ચસ્વને લઈને બોલાચાલી અને ગાળાગાળી થતા બેઠકનો પણ ફિયાસ્કો થયો હતો.

આ બબાલથી ભાજપના કાર્યકરો વચ્ચે ચાલતો વિખવાદ સપાટી પર આવ્યો છે. જે જોતા આગામી દિવસોમાં રાજકારણ ગરમાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

Intro:Location :- દમણ 

દમણ :- દમણમાં જિલ્લા અધ્યક્ષની ચૂંટણી માટેના નામાંકનની બેઠકમાં ભાજપના બે કાર્યકરો વચ્ચે ચકમક ઝરતા મામલો ગાળાગાળી સુધી પહોંચ્યો હતો. બેઠકમાં ઉપસ્થિત રહેલા દમણ સાંસદ અને અન્ય આગેવાનોએ બંને કાર્યકરોને સમજાવી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. પરંતુ કાર્યકરો વચ્ચે થયેલી બોલાચાલીએ દમણ ભાજપમાં ચાલતા વિખવાદને સપાટી પર લાવી દીધો છે.

Body:દમણમાં ભાજપ કાર્યાલય ખાતે મંગળવારે ઉત્તરાયણના દિવસે જિલ્લા ભાજપની ચૂંટણીને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લામાં તમામ મહત્વના આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. ત્યારે દમણ ભાજપના મહત્વના આગેવાન નેતા ગણાતા નવીન અખું ના ભાઈ શશીકાંતે અન્ય કાર્યકર જયેશ પટેલને કાર્યાલયમાં જ ગાળો આપી હતી. જેને કારણે મામલો તંગ બન્યો હતો. જેમાં જયેશ પટેલે ગાળો આપનાર શશીકાંત જ્યારે પાર્ટી કાર્યાલય બહાર નીકળ્યો ત્યારે તેને રોકી પોતાને અપમાનિત કર્યો હોય તે અંગે જાહેરમાં ગાળો આપી અપમાનિત કર્યો હતો. આ સમયે પાર્ટી કાર્યાલય બહાર બોલાચાલીનો મામલો મારામારી સુધી પહોંચે તેવી શકયતા દેખાતા સાંસદ લાલુભાઈ પટેલ અન્ય આગેવાનોએ બંને કાર્યકરોને સમજાવી રવાના કર્યા હતાં.Conclusion:ઉલ્લેખનીય છે કે દમણ ભાજપ કાર્યાલય ખાતે આગામી જિલ્લા અધ્યક્ષની ચૂંટણીને લઈને મંગળવારે દમણ ભાજપ તરફથી દમણ જિલ્લા માટે અસ્પિ દમણિયા અને દીવ જિલ્લા માટે પિયુષ ટંડેલનું નામ સૂચવ્યું હતું. જે અંગે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યકરો વચ્ચે પોતાના વર્ચસ્વ ને લઈને બોલાચાલી અને ગાળાગાળી થતા બેઠકનો પણ ફિયાસ્કો થયો હતો. જ્યારે આ બબાલથી ભાજપના કાર્યકરો વચ્ચે ચાલતો વિખવાદ સપાટી પર આવ્યો છે. જે જોતા આગામી દિવસોમાં રાજકારણ ગરમાવાની શકયતા વર્તાઈ રહી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.