ETV Bharat / state

ઉમરગામમાં રાજ્ય પ્રધાને તમામ વોર્ડના ઉમેદવારો સાથે ચૂંટણી અંગે બેઠક યોજી

વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે ઉમરગામ નગરપાલિકામાં પણ 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેને ધ્યાનમાં રાખી આ વિસ્તારના ધારાસભ્ય અને આદિજાતિ વિકાસ પ્રધાન રમણલાલ પાટકરે ઉમરગામના તમામ 7 વોર્ડમાં ભાજપના ઉમેદવારો અને મતદારો સાથે મુલાકાત કરી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.

ઉમરગામમાં રાજ્યપ્રધાને તમામ વોર્ડના ઉમેદવારો સાથે ચૂંટણી અંગે બેઠક યોજી

author img

By

Published : Feb 25, 2021, 3:24 PM IST

  • રમણલાલ પાટકરે ઉમરગામ પાલિકાના ઉમેદવારો સાથે પણ બેઠક યોજી
  • રાજ્ય પ્રધાને પાલિકા ચૂંટણી અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું
  • ભાજપ સંપૂર્ણ બહુમતથી જીતશે તેવો રાજ્ય પ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો
    ભાજપ સંપૂર્ણ બહુમતથી જીતશે તેવો રાજ્યપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો

વલસાડઃ ઉમરગામ નગરપાલિકામાં ભાજપે કરેલી ટિકિટની વંહેંચણીમાં ભાજપના જ કેટલાક કાર્યકરો નારાજગી જાહેર કરી અપક્ષ ચૂંટણી લડવા મેદાનમાં ઉતરી ગયા છે, ત્યારે ભાજપને ભાજપના કાર્યકરો નડી જાય તેવી દહેશત વર્તાઈ રહી છે. જેમાં નારાજ કાર્યકરોને મનાવવા તેમ જ તમામ વોર્ડના ભાજપના ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન આપવા રાજ્ય પ્રધાન રમણ પાટકરે પાલિકા વિસ્તારના તમામ વોર્ડની મુલાકાત લીધી હતી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપનું કમળ ખીલશેઃ રાજ્ય પ્રધાન

ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજ્ય પ્રધાન રમણ પાટકરે બુધવારે ઉમરગામ નગરપાલિકાના તમામ વોર્ડની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે રીતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને વિજય મળ્યો છે. સુરતમાં વિકાસને મત આપી ભાજપને ઐતિહાસિક જીત અપાવી છે, તેવી જ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપ જીત મેળવશે.

રાજ્ય પ્રધાને પાલિકા ચૂંટણી અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું

મતદારો ભાજપ સાથે છેઃ રાજ્ય પ્રધાન

સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે ઉમરગામ નગરપાલિકામાં પણ ચૂંટણી યોજાશે. જેમાં પણ ભાજપ સંપૂર્ણ બહુમતી મેળવશે તેવું જણાવી રમણલાલ પાટકરએ વધુમાં કહ્યું હતું કે, ભાજપની સરકારે રાજ્યના તમામ વિસ્તારમાં વિકાસના કાર્યો કર્યા છે. બહુમતી મતદારો વિકાસ સાથે છે અને ભાજપનો એ જ મુદ્દો છે. જેથી ઉમરગામ નગરપાલિકા સહિત વલસાડ જિલ્લાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ ભાજપ બહુમતીથી જીત મેળવશે.

રમણલાલ પાટકરે ઉમરગામ પાલિકાના ઉમેદવારો સાથે પણ બેઠક યોજી

નારાજ કાર્યકરોને મનાવવામાં આવશે

રાજ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યમાં તેમનો પ્રવાસ ચાલી રહ્યો છે. જે અંતર્ગત મંગળવારે અરવલ્લી જિલ્લાના ભિલોડા ક્ષેત્રમાં તેમણે ચૂંટણી પ્રચાર કર્યો હતો. બુધવારે તે ઉમરગામ નગરપાલિકાના તમામ વોર્ડમાં ભાજપના ઉમેદવારોને અને મતદારોને મળી રહ્યા છે. નગરપાલિકામાં ભાજપ તરફી વાતાવરણ છે. ક્યાંક ભાજપના જ કાર્યકરોમાં મનદુઃખ પણ વર્તાઈ રહ્યું છે, જે દૂર કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નારાજ કાર્યકરો પણ ભાજપની સાથે જ રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કરી ઉમરગામ નગરપાલિકામાં ભાજપ સંપૂર્ણ બહુમતી મેળવશે તેવું જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.