ETV Bharat / state

સેલવાસમાં તંત્રએ આદિવાસીઓના ઘરને તોડી પાડયા, ઘર માલિકે શરીરએ પેટ્રોલ છાંટી દીધું - tribal house

દમણમાં આવેલ સેલવાસમાં(Silvassa in Daman) પ્રોજેકટ હેઠળ (Smart city projects) કેટલીક જમીન પર ઘર બનાવી રહેતા આદિવાસી પરિવારોને બેઘર (tribal house) બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.જેમાં એક ઘરમાં દબાણના કારણે શરીરે પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી.જેના કારણે અરેરાટી ફેલાઇ ગઈ હતી.

સેલવાસમાં તંત્રએ આદિવાસીઓના ઘરને તોડી પાડયા, ઘર માલિકે શરીરએ પેટ્રોલ છાંટી દીધું

author img

By

Published : Nov 29, 2022, 7:39 PM IST

દમણ સેલવાસમાં છેલ્લા ઘણા દિવસથી પ્રશાસન દ્વારા સ્માર્ટ સિટીના (Smart city projects) પ્રોજેકટ હેઠળ કેટલીક જમીન પર ઘર બનાવી રહેતા આદિવાસી પરિવારોને બેઘર બનાવવાની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે બુધવારે એક ઘર માલિકને પ્રશાસનના અધિકારીઓએ ઘર ખાલી કરાવવા દબાણ કરતા તેમણે પોતાના શરીરે પેટ્રોલ છાંટી આગ લગાવી દેતા અરેરાટી ફેલાઈ હતી.

સેલવાસમાં તંત્રએ આદિવાસીઓના ઘરને તોડી પાડયા, ઘર માલિકે શરીરએ પેટ્રોલ છાંટી દીધું

આદિવાસી પરિવારનો મોભી સંઘપ્રદેશ દાદરા નગર (Sanghpradesh Dadra Nagar Haveli) હવેલીના સેલવાસ શહેરનાં વાર્ડ નં 1 માં આવેલ દયાત ફળિયામાં ટ્રાન્સપોર્ટ (Transport in Dayat Paliya) નગરની જમીન ખાલી કરાવાની પ્રશાસનિક કાર્યવાહી દરમ્યાન એક ઘરને તોડી પાડવા પ્રશાસનની ટીમ પહોંચી હતી. ત્યારે, ઘરમાં રહેતા આદિવાસી પરિવારને (Tribal society) બેઘર બનાવવાની જોહુકમી સામે આદિવાસી પરિવારના મોભી એવા જયંતિ બરફે ઘરના છાપરા પર ચઢી પોતાના શરીર ઊપર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી. દાઝી જવાની આ ઘટનામાં આદિવાસી પરિવારનો (tribal house) મોભી 70 ટકા જેટલો દાઝી જતા સમગ્ર પંથકમાં પ્રશાસન સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. જ્યારે દાઝી ગયેલ જયંતીભાઈ હાલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે સારવાર હેઠળ છે. જે અંગે આદિવાસી સમાજના આગેવાન પ્રભુ ટોકીયાએ અને સ્થાનિક નગરસેવકે પ્રશાસન સમક્ષ ગંભીર આક્ષેપો કર્યા હતા.

ગેરકાયદેસર ગણી કાર્યવાહી પ્રશાસનની દબાણ હટાવ કામગીરીથી બેઘર બનેલા પરિવારોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, અમને કોઈ નોટિસ મળી નથી. તેમ છતાં પ્રશાસનના અધિકારીઓએ ઘર ખાલી કરવા JCB લગાવી ઘર તોડી પાડ્યું છે. પ્રશાસને જે ઘર ને ગેરકાયદેસર ગણી કાર્યવાહી કરી છે. તે જમીન પર પ્રશાસનના વિરોધમાં દાઝી ગયેલ જયંતીભાઈ તેમની પત્ની અને પુત્રી ઉપરાંત તેમના 2 ભાઈનો પરિવાર અને એક ભાઈની વિધવા પત્ની તેમના 2 નાના બાળકો રહેતા હતા. જે તમામ હાલ પ્રશાસનની નિર્દયતામાં બેઘર બન્યા છે. આદિવાસી પરિવારે આજીજી કરી હતી કે ઘર તોડી પાડ્યું છે. હવે તેઓ ક્યાં જંશે. પ્રશાસને તેમને કોઈ જ સવલત આપી નથી.

આક્રોશ ભભૂકી ઉઠ્યો ઉલ્લેખનીય છે કે પ્રશાસનની આ કાર્યવાહી સામે સેલવાસ નગરપાલિકા(Selvas Municipality) વિસ્તારમાં રહેતા આદિવાસીઓમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. બેઘર બનેલા આ પરિવારોએ આક્ષેપ કર્યો હતો કે પ્રશાસનના અધિકારીઓ તેમની સામે જોહુકમી કરે છે. અને જે વિરોધ કરવા જાય છે. તેમને ખોટાં કેસમાં ફસાવી જેલમાં ધકેલી દે છે. આ ઘટના બાદ આદિવાસીઓએ પ્રશાસન સમક્ષ તેમને ઘરની સામે ઘર અથવા જમીન આપવાની માંગ કરી છે. તેમજ પ્રશાસન સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી રહી હોવાના આક્ષેપ કર્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.