ETV Bharat / state

દમણમાં પ્રવાસન ઉદ્યોગ, હોટેલ બિઝનેસ ઠપ્પ, 'કોરોનાને ખતમ કરીશું પછી જોઇશું'

દમણમાં દર વર્ષે ઉનાળાના વેકેશનમાં લાખો પ્રવાસીઓ આવે છે. જેના થકી હોટેલ માલિકોને સારી કમાણી થતી હોય છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે લોકડાઉન જાહેર થતાં દમણની હોટેલો અને દરિયા કિનારો પ્રવાસીઓ વિના સુના બન્યા છે. હોટેલ માલિકોનું કહેવું છે કે, કોરોનાને પહેલા ખતમ કરીશું પછી જોઈશું.

દમણમાં
દમણમાં
author img

By

Published : Apr 23, 2020, 12:22 PM IST

દમણ: વૈશ્વિક કોરોના મહામારીની અસર હવે બીજા તબક્કાના 19 દિવસનાં લોકડાઉનમાં હોટલ અને બાર ઉદ્યોગના ગઢ ગણાતા દમણમાં વર્તાવાની શરૂ થઈ ગઈ છે. દમણના દેવકા મરવડ, જમ્પોર સિ-ફેસ જેવા વિસ્તારોમાં આવેલી હોટલોના દરવાજા પર "Hotel closed due to COVID-19" ના બોર્ડ લાગી ગયા છે. તેમજ મુખ્ય દરવાજા બંધ છે. એક સમયે હજારો સહેલાણીઓથી ઉભરાતો દરિયા કિનારો સુમસામ છે. એડવેન્ચર રાઈડના માલિકોએ સ્પીડ બોટ સહિતના વાહનો કાંઠે કપડાં ઢાંકી મૂકી દીધા છે. દરિયામાં બોટ ખાલીખમ હાલક ડોલક થઈ રહી છે.

દમણમાં
દમણમાં
બીજી તરફ, ઉનાળુ વેકેશન જેઓના માટે મુખ્ય ધંધાની સિઝન ગણાય છે. તે હોટેલના સંચાલકો અને કર્મચારીઓની હાલત કફોડી થઈ છે. તેમ છતાં તેઓનો જુસ્સો દમદાર છે. કોરોના મહામારીમાં પ્રશાસનની કામગીરીના વખાણ કરી પહેલા કોરોનાને હરાવીશું પછી ધંધા માટે જોઈશું, તેઓ મત વ્યક્ત કરી રહ્યા છે.
દમણમાં
દમણમાં
દમણમાં હોટલોનું સ્વર્ગ ગણાતો દેવકા વિસ્તાર કે, જ્યાં આખા દમણની 80 ટકા હોટલો સ્થાપિત છે. ત્યાં હાલ કાગડા ઉડી રહ્યા છે. આ વિસ્તાર એક સમયે આખું વર્ષ સહેલાણીઓની અવરજવરથી વ્યસ્ત રહેતો હતો. રવિવારે તો અહીં કીડીયારાની જેમ સહેલાણીઓ આવતા હોય છે, તો વળી ઉનાળુ વેકેશનમાં તો મહિનાઓ પહેલા જ હોટલોમાં એડવાન્સ બુકીંગ થઇ જતું હતું. પણ આ વખતે બરાબર ઉનાળામાં જ જાહેર થયેલા લોકડાઉને હોટલ ઉદ્યોગના દરવાજા પર હોટેલ બંધના પાટિયા લાગી ગયા છે.છેલ્લા એક મહિનાથી હોટલો બંધ હોવાને કારણે હોટલ ઇન્ડસ્ટ્રીઝે કર્મચારીઓને ખિસ્સામાંથી પગાર આપવાનો વારો આવ્યો છે. હોટલ સંચાલકોના જણાવ્યા મુજબ લોકડાઉન ખુલ્યા બાદ પણ હોટલ ઇન્ડસ્ટ્રીઝને ઉભું થવામાં સમય લાગશે. કારણ કે, પોતાની સુરક્ષા ખાતર લોકો લોકડાઉન બાદ પણ ફરવા તો નહિ જ નીકળે. એટલે સદનસીબે જો કોરોનાનો કહેર સમગ્ર વિશ્વમાંથી નાબૂદ થયો તો અને લોકડાઉન ખુલ્યું તો પણ દમણના હોટલ ઉદ્યોગને ગતિ પકડતા ઓછામાં ઓછા ત્રણ થી ચાર મહિનાનો સમય વધુ લાગશે એવું લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.