જ્યારે ભારે વરસાદ અને દરિયાઈ ભરતીને કારણે મોટી દમણના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો અને વહીવટી તંત્ર દ્વારા જે.સી.બી વડે પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ પાણી ભરાવાને પગલે મોટી દમણ વિસ્તારના કેટલાક માર્ગો બંધ કરવામાં આવ્યા હતા. કોઈ પણ અગમ્ય ઘટનાને પહોંચી વળવા માટે પ્રશાસન દ્વારા દમણની સાર્વજનિક સ્કૂલમાં હંગામી આપાતકાલીન સેન્ટર તરીકે ખોલવામાં આવ્યું હતું.
તો મોટી દમણના જમ્પોરના દરિયા કિનારે કેટલાક સહેલાણીઓ જીવના જોખમે દરિયાના ઉછળતા મોજાઓની વચ્ચે નહાતા પણ જોવા મળ્યા હતા. હાલ નાની દમણ અને મોટી દમણના કાંઠા વિસ્તાર સહીત માંગેલવાડ, મીતનાવાડ, ખારીવાડ અને ઘાંચીવાડને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેનું કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.