- ઝરોલી ગામે દીપડો ઝડપાયો
- કંટાળા તારમાં ફસાયેલા દીપડાનું રેસ્ક્યૂ કરાયું
- વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો
વલસાડઃ આ અંગે વન વિભાગના આરએફઓ પી. પી. પરમારે જણાવ્યું હતું કે, વાડીના માલિક વિનોદભાઈએ ઉમરગામ ફોરેસ્ટ વિભાગમાં જાણકારી આપી હતી. આ જાણકારી મળતા તેઓ ફોરેસ્ટ વિભાગ કર્મચારીઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તથા એસસીએફ જિનલબેન ભટ્ટ ફતેપૂર આરએફઓ, સેલવાસ આરએફઓ, વાપી, ઉમરગામના પશુ ડોક્ટર તથા શાંતિ સલામતી અર્થે ભિલાડ પોલીસમથકના કર્મચારીઓને સ્થળ ઉપર બોલાવી કાર્યવાહી શરૂ કરી હતી.
દીપડાને કાંટાળી વાડમાથી બહાર કાઢી પાંજરામાં પૂરવા માટે અન્ય જીવદયા સંસ્થાના સભ્યો પણ ઉપસ્થિત હોય તમામની મદદથી દીપડાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ડોક્ટર અને પોલીસની હાજરીમાં દીપડા ઉપર ઝાળી નાખવામાં આવી હતી. ત્યારબાદ તેને બેભાન કરી લોખંડના તારમાંથી બહાર કાઢી દીપડાને લોખંડના પાંજરા પાછળ પૂરી દઈ ભિલાડ સામાજિક વનીકરણ રેસ્ટ હાઉસ ખાતે 24 કલાક અંડર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો છે.
દીપડાએ કોઈને નુકસાન પહોંચાડ્યું નથી
દીપડો સ્વસ્થ થયા બાદ તેને સૂચના મુજબ અન્ય જંગલોમાં છોડવામાં આવશે. સમગ્ર ઘટના દરમિયાન કોઈ વ્યક્તિ ઘાયલ થયું ન હોય કે કોઈ પશુને ફાડી ખાધાની કોઈ જાણકારી પ્રાપ્ત થઇ નથી. એટલે અધિકારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.