ETV Bharat / state

દાદરા નગર હવેલીના આદિવાસી યુવકે વારલી પેઇન્ટિંગ્સમાં વગાડ્યો ડંકો - famous varli paintings news

દાદરા નગર હવેલીઃ સહ્યાદ્રી પર્વતમાળાથી દાદરા નગર હવેલીના અરબી સમુદ્રના પટ્ટામાં વસતા વારલી આદિવાસીઓ પોતાની આદિવાસી પરંપરાને આજે પણ વળગી રહ્યાં છે. આદિવાસીઓએ પોતાની સંસ્કૃતિ, રીત-રિવાજોને રોજગારીમાં પરિવર્તિત કર્યા છે. આવી એક વારલી નામની પેઇન્ટિંગ્સ રોજગારીનું માધ્યમ બન્યું છે. જેમાં પ્રકૃતિ પ્રત્યેની શ્રદ્ધા અને માનવ જીવનના બદલાવો દીવાલો પર પ્રદર્શિત કરવામાં આવે છે.

દાદરા નગર હવેલીના આદિવાસી યુવકે વારલી પેઇન્ટિંગ્સમાં વગાડ્યો ડંકો
author img

By

Published : Sep 23, 2019, 5:34 PM IST

આ વારલી ચિત્રોને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ઘોડબારી-દૂધની ગામના વિનુ કાલુ ભાવર નાનપણથી જ પસંદ કરતા હતાં. ધીરે-ધીરે નિપુણતા હાંસલ કરી હવે પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહ્યાં છે. આ વારલી ચિત્રો દિલ્હી-મુંબઈમાં એટલા પ્રખ્યાત બન્યા છે કે, આ ચિત્રો માટે દોઢ લાખ સુધીના ઓર્ડર મળે છે. આ વારલી ચિત્રોના આર્ટ એક્ઝિબિશન પણ યોજાય છે, જ્યાં વારલી પેઇન્ટિંગ્સથી તૈયાર થયેલી વિવિધ ચીજવસ્તુઓનું વેંચાણ થાય છે. ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં આવતા હજારો પ્રવાસીઓ વારલી પેઇન્ટિંગ્સની ખરીદી કરે છે.

દાદરા નગર હવેલીના આદિવાસી યુવકે વારલી પેઇન્ટિંગ્સમાં વગાડ્યો ડંકો

ઉલ્લેખનીય છે કે, વારલી પેઇન્ટિંગ્સ મુખ્યત્વે ભૌમિતિક રેખાઓ પર આધારિત છે. જેમાં રેખા, ત્રિકોણ, ચોરસ અને વર્તુળ જેવા આકાર જોવા મળે છે. આ ચિત્રોમાં એક અલગ ભાત ઉપસાવી માનવ જીવનના ભાવ વ્યક્ત કરતું સુંદર ચિત્ર નિર્માણ કરવામાં આવે છે. જેમાં ઘર, જંગલ, સામાજિક જીવનમાં આવતા તહેવારોનું વર્ણન કરવામાં આવે છે. દિવસેને દિવસે હવે આ વારલી પેઇન્ટિંગ્સને ભરપૂર પ્રોત્સાહન મળી રહ્યું છે. જેના થકી અંતરિયાળ ગામડામાં વસતા કેટલાય વારલી કલાકારોને રોજગારી મળી રહી છે. આમ, વિશ્વ સ્તરે વારલી સમાજનું ગૌરવ વધી રહ્યું છે.

Intro:Location :- દાદરા નગર હવેલી
Story approved by assignment desk

દાદરા નગર હવેલી :- ગુજરાતના સહ્યાદ્રી પર્વતમાળાથી મહારાષ્ટ્ર તરફ અરબી સમુદ્રના પટ્ટામાં વસતા આદિવાસીઓમાં એક સમુદાય આદિવાસી વારલી સમાજનો છે. આ આદિવાસી સમાજના લોકો કાચા ઝૂંપડા જેવા અને છાણ માટીના ઘરોમાં રહેતા હતાં. ત્યારથી તેમના ઘરની સજાવટ માટે ખાસ પ્રકારનું પેઇન્ટિંગ્સ બનાવતા હતા. જેને વારલી પેંટિંગ્સ કહેવામાં આવે છે. આ વારલી પેઇન્ટિંગ્સને સંઘપ્રદેશના એક કલાકારે દિલ્હી-મુંબઈમાં પ્રખ્યાત કર્યું છે.

Body:ગુજરાતના સહ્યાદ્રી પર્વતમાળાથી દાદરા નગર હવેલી, મહારાષ્ટ્ર તરફ અરબી સમુદ્રના પટ્ટામાં વસતા વારલી આદિવાસીઓ તેમની આદિવાસી પરંપરાને આજે પણ વળગી રહ્યાં છે. આદિવાસી સંસ્કૃતિ, રીતરિવાજોને સ્થાનિક કલાકારોએ રોજગારીમાં પરિવર્તિત કરી છે. વર્ષો પહેલાના વારલી આદિવાસીઓ છાણ માટીની દીવાલ પર ભૌમિતિક રેખાઓ દ્વારા બનાવાતું માનવજીવનના હાવભાવ, તહેવારો, આનંદની ક્ષણો વ્યક્ત કરતા વારલી ચિત્રો બનાવતા હતાં. આ વારલી ચિત્રોને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ઘોડબારી-દૂધની ગામના વીનું કાલુ ભાવરે દિલ્હી-મુંબઈ જેવા શહેરોમાં એટલું પ્રખ્યાત બનાવ્યું છે કે તેને દોઢ લાખ સુધીના ઓર્ડર આવા શહેરોમાંથી મળી રહ્યાં છે.

હજારો વર્ષ પહેલાથી આ સમાજના લોકો પોતાના ઘરમાં છાણ માટીના મિશ્રણવાળી દિવાલ પર ભૌમિતિક આકારના ચિત્રો દોરતા હતા. આ ચિત્રો બનાવવા માટે તેઓ ચોખા,ખાખરા કે આંકડાના ક્ષીરનો ઉપયોગ કરી કુદરતી રંગ તૈયાર કરતા હતા. જે રંગથી વારલી પેઇન્ટિંગ બનાવતા હતા. આ પેઇન્ટિંગ્સમાં પ્રકૃતિ પ્રત્યેની શ્રદ્ધા અને સહજ સ્થિતિનો સ્વિકાર બતાવવામાં આવી રહ્યો છે. અને કુદરતના દરેક બદલાવો સાથે માનવ જીવનના બદલાવો, ઉત્સવોને દીવાલો પર પ્રદર્શિત કરે છે. જેને વીનું કાલુ ભાવર નાનપણથી જ પસંદ કરતો હતો. ધીરે ધીરે તેમાં નિપુણતા હાંસલ કરી હવે તેના થકી પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે.

વિનુએ જણાવ્યું હતું કે તે ગેરું માટી, ફેવિકોલ અને ફેબ્રિક કલરથી કાપડ પર ખાસ વારલી પેઇન્ટિંગ્સની ડિઝાઇન તૈયાર કરે છે. આ ડિઝાઇનમાં તે નેપકીન, પેન સ્ટેન્ડ, ફોટો ફ્રેમ વગેરે બનાવે છે. દિલ્હી-મુંબઈ આર્ટ એક્ઝિબિશનમાં પણ તે અવારનવાર જાય છે. અને પોતાની વારલી પેઇન્ટિંગ્સથી તૈયાર કરેલી ચીજવસ્તુઓ વેંચાણ માટે મૂકે છે. જ્યાં તેને ખૂબ સારો પ્રતિભાવ મળે છે. એ ઉપરાંત તેમના ગામ નજીક દૂધની ટુરિસ્ટ પોઇન્ટ હોઈ અહીં આવતા હજારો પ્રવાસીઓ પણ તેમના ઘરેથી વારલી પેઇન્ટિંગ્સમાં બનાવેલ ચીજવસ્તુઓની ખરીદી કરે છે. હાલમાં તેને દિલ્હીથી ખૂબ મોટો ઓર્ડર મળ્યો છે. જે અંદાજે દોઢ લાખ આસપાસનો છે.

વિનુએ વધુમાં જણાવ્યું હતું કે તે જે વારલી પેઇન્ટિંગ્સની ચીજ વસ્તુઓ બનાવે છે. તેમાં કાપડ પરનાવારલી પેઇન્ટિગ્સના ભાવ એક ઇંચના 5 રૂપિયા લેખે હોય છે, એ હિસાબે એક નેપકીન અંદાજે 2 થી 3 હજારમાં વેંચાય છે. જેમાં આદિવાસી તારપા નૃત્યનું પેઇન્ટિંગ્સ લોકોની પ્રથમ પસંદ છે.

Conclusion:ઉલ્લેખનીય છે કે, વારલી પેઇન્ટિંગ્સ મુખ્યત્વે ભૌમિતિક રેખાઓ પર આધારિત છે. જેમાં રેખા, ત્રિકોણ, ચોરસ અને વર્તુળ જેવા આકાર દ્વારા એક અલગ ભાત ઉપસાવી માનવ જીવનના ભાવ વ્યક્ત કરતું સુંદર ચિત્ર નિર્માણ કરવામાં આવે છે. જેમાં તેમના ઘર, જંગલ, સામાજીક જીવનમાં આવતા તહેવારો વગેરે પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે. દિવસો દિવસ હવે આ વારલી પેઇન્ટિંગ્સને ભરપૂર પ્રોત્સાહન મળી રહ્યું છે. જેના થકી વીનું કાલુ ભાવર જેવા છેક અંતરિયાળ ગામડામાં વસતા કેટલાય વારલી કલાકારોને રોજગારી અપાવવા સાથે વિશ્વસ્તરે વારલી સમાજનું ગૌરવ અપાવી રહ્યું છે.

bite :- વીનું કાલુ ભાવર, કલાકાર, વારલી પેઇન્ટિંગ્સ, ઘોડબારી, દાદરા નગર હવેલી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.