મૌલાના સજ્જાદ નોમાનીએ જણાવ્યું હતું, કે અલ્લાહે બે કિતાબો દુનિયામાં ઉતારી છે. એક કુરઆન તથા કાયનાત. કાયનાતની ફિકર કરવી ખુબજ જરૂરી છે. કારણ કે તમામ મખલુક કાયનાતની છે. દુનિયામાં કુરઆન અને કાયનાતને સાથે મજબુતીથી પક્ડીને ચાલ્યા અને સમગ્ર દુનિયામાં ઈસ્લામનો ફેલાવો કર્યો, સમગ્ર દુનિયામાં ઈસ્લામે શીખવાડ્યું છે કે, તમારે દુનિયામાં નેક ઈમાનદાર ઈન્સાન બનીને વડીલો, બુઝુર્ગોની જેમ જીંદગી જીવવાની જરૂરી છે.

સહાબાઓ બુઝુર્ગોની જીદંગી સાયન્સ, ઘોડેસવારી, બિઝનેસમેન, વેપાર, વહાણવટુ, રાજાઓ, સેનાપતિઓ, હકીમ, લડવૈયાઓ, સૈનિકો, લેખક, કારીગરોનાં જીવનધોરણ સાથે સમગ્ર દુનિયામાં ઈલ્મ સાથે જ ઈસ્લામિક જીવન જીવ્યાં હતાં. જ્યારે આપણે ઈસ્લામને કાયનાતથી દુર ઈલ્મથી દુર લઇ ગયા છીએ, ફક્ત મસ્જિદમાં જ ઈસ્લામ સમાઈ ગયો છે. આપણે આપણી જવાબદારી ભુલી ગયા છીએ. ઇસ્લામ પહેલી યુનિવર્સિટી મસ્જિદમાં જ હતી.
મસ્જિદનાં અલગ અલગ વિભાગોમા કુરઆન હાફિઝ, મુફ્તી, બુખારી શરીફ, તિરમીઝી શરીફનું શિક્ષણ ચાલુ હોય ત્યારે મસ્જિદના બીજા વિભાગમાં સાયન્સ, કેમિસ્ટ્રી, ભુગોળ તથા એજ્યુકેશન સીસ્ટમનેં લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને શિક્ષણ આપવામાં આવતું હતું, સમગ્ર દુનિયામાંથી વિદ્યાર્થીઓ આવતા હતા, આજે જાણે કાયનાતની જવાબદારીમાંથી છટકીને સંન્યાસ લઇ લીધો હોય તેમ લાગી રહ્યું છે, ભારતમાં અંગ્રેજોનું આગમન થયા પછી ખ્રિસ્તી મિશનરીઓ સામે મુકાબલો કરવા દીન અને દુનિયાને ઈસ્લામે માર્ગદર્શન આપ્યું હતુ, પરંતુ આપણે ગાફેલ રહી ગયાં.
આજે આપણા જ બાળકો મોટાઓની ઈજ્જત કરતા નથી. હજારો કરોડનાં કૌભાંડ કરનાર આરોપીઓ હાર્વર્ડ, લંડન, કેમ્બ્રિજ તથા અમેરિકામાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા માસ્ટર ડિગ્રી તથા ઉચ્ચ શિક્ષણ મેળવનારા છે.
સાથે દાનિશ એકેડેમીનાં ફાઉન્ડર તથા સ્ટાર ફાઉન્ડેશનનાં ડાયરેક્ટર દાનિશ લામ્બાએ IAS તથા IPSની ટ્રેનીંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું, તેમણે જણાવ્યું હતુ, કે આપણે 70 વર્ષોમાં એજ્યુકેશન સિસ્ટમમાં ખુબ જ પાછળ રહી ગયા છીએ, તેની અસર મુસ્લિમ સમાજના બિરાદરોનાં ઘરોની અંદર, આર્થિક, સામાજિક તથા દરેક રીતે ખુબજ ખરાબ પરિસ્થિતિ ઉભી થઈ છે. તેમાથી આપણે ઈસ્લામનાં દાયરામાં રહીને ઈલ્મ સાથે આગળ વધવું પડશે.