ETV Bharat / state

દમણના પ્રવાસી કામદારો ટ્રેન કેન્સલ થતા વિફર્યા, ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો - દમણ પ્રશાસન દ્વારા પ્રવાસી કામદારો માટે રજીસ્ટ્રેશન કેમ્પ

દમણમાં પ્રવાસી કામદારો માટે લગાવેલા રજિસ્ટ્રેશન કેમ્પમાં કામદારોએ પોલીસ પર પથ્થરમારો કરતા ભાગદોડ મચી ગઇ હતી. જવાબી કાર્યવાહીમાં પોલીસે પણ લાઠીચાર્જ કરી કામદારોના ટોળાને વિખેર્યું હતું.

દમણના પ્રવાસી કામદારો ટ્રેન કેન્સલ થતા વિફર્યા, ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો

author img

By

Published : May 22, 2020, 5:36 PM IST

દમણઃ શહેરમાં ડેલ્ટીન હોટેલ સામે ખુલ્લા મેદાનમાં દમણ પ્રશાસન દ્વારા પ્રવાસી કામદારો માટે રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં જે લોકોએ રજિસ્ટ્રેશન કરવાનું છે, તે સિવાયના લોકો પણ મોટી સંખ્યામાં આવી જતા ભીડને કાબુમાં કરવા સવારથી જ પોલીસ સખ્તાઈ વર્તી રહી હતી. જેને લઈને કામદારોએ પણ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.

દમણના પ્રવાસી કામદારો ટ્રેન કેન્સલ થતા વિફર્યા, ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો
વધુ મળતી વિગતો મુજબ, છેલ્લા બે દિવસમાં 2 ટ્રેન કેન્સલ થતા કેટલાય કામદારોએ અહીં માર્ગ પર જ રાતવાસો કરવો પડ્યો છે. પ્રશાસન પણ યોગ્ય જાણકારી આપતું ના હોવાથી વતન જવા માગતા કામદારો સવારથી એકઠા થઇ રહ્યા હતાં. જે બપોરે પોલીસની સખ્તાઈ જોઈ વિફર્યા હતાં અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં પોલીસે લાઠીચાર્જ કરી ટોળાને વિખર્યું હતું. જોકે, આ અંગે કોઈ સામે ગુન્હો નોંધાયો છે કે કેમ? કામદારો માટે કોઈ નવી વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ? તે અંગે હજુ સુધી દમણ પ્રશાસન તરફથી સત્તાવાર વિગતો આપવામાં આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.