ETV Bharat / state

ATMમાંથી પૈસા ઉપાડતી ગેંગના 4 શખ્સોની દમણ પોલીસે ધરપકડ કરી - latest news in Daman

ATM ડેટા ચોરી કરી એવા ATM નું ક્લોન બનાવી ગ્રાહકોના બેન્ક ખાતામાંથી પૈસા ઉપાડતી આંતરરાજ્ય ગેંગના 4 ગુનેગારોની દમણ પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી દમણ પોલીસે 39 ATM કાર્ડ, ATM નું સ્કીમર મશીન, રોકડ રૂપિયા, સોના-ચાંદીના દાગીના મળી કુલ 3,84,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ બિહારના ગયામાંથી 50 હજારની ટ્રેનિંગ લઈ ગ્રાહકોને છેતરી રહ્યા હતાં.

ATM
ATMમાંથી પૈસા ઉપાડતી ગેંગ
author img

By

Published : Nov 6, 2020, 11:05 AM IST

  • બેન્ક ATM અને પાસવર્ડ નથી રહ્યા સુરક્ષિત
  • ATMમાંથી પૈસા ઉપાડતી ગેંગના 4 શખ્સોની ધરપકડ
  • આરોપીઓ બિહારના ગયામાંથી 50 હજાર ખર્ચીને આવ્યાં હતાં ગુજરાતમાં
  • આરોપીઓ બિહારથી એર ટ્રાવેલ્સ કરી ગુજરાતમાં આવતા

દમણ: ATM કાર્ડ કે, પિન નંબર ચોર્યા વિના જ અન્ય ગ્રાહકના એટીએમનો ક્લોન બનાવી રૂપિયા ઉપાડી લેતી ગેંગનો દમણ પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરતથી ઝડપાયેલા આ ગેંગના ચાર શખ્સોએ બિહારના ગયામાં 50,000 રૂપિયા ખર્ચીને આ ખાસ ટ્રેનિંગ લીધી હતી. દમણ પોલીસે ચારેય આરોપીઓને ઝડપી તેમની પાસેથી ATM કાર્ડ, ખાસ પ્રકારનું સ્કીમર મશીન, મોબાઈલ, બાઇક, ઝવેરાત મળી કુલ 3,84,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં અંદાજીત 200 જેટલા બેન્ક ગ્રાહકો સાથે છેતરપીંડી કરી હોવાની વિગતો જાણવા મળી.

ગેંગના 4 સભ્યોની ધરપકડ કરી દમણ DIGP એ પત્રકાર પરિષદમાં આપી વિગતો

આ અંગે દમણ DIGP વિક્રમજીત સિંહે પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપી હતી કે, નાની દમણ પોલીસ મથકમાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમનું ATM કાર્ડ તેમની પાસે જ હોવા છતાં કોઈ અજાણ્યા શખ્સે સુરતમાં તેનું ક્લોન ATM કાર્ડ બનાવી HDFC બેન્કના ખાતામાંથી 7500 રૂપિયા ઉપાડી લીધા છે. આવી બીજી ફરિયાદ પણ દમણ પોલીસને મળતા પોલીસ ઇન્સ્પેક્ટર સોહિલ જીવાણીની ટીમને આરોપીઓને ઝડપી પાડવા તપાસ સોંપી હતી.

ATMમાંથી પૈસા ઉપાડતી ગેંગના 4 શખ્સોની દમણ પોલીસે ધરપકડ કરી
સિક્યુરિટી વગરના ATMને બનાવતા હતા નિશાનપોલીસને બાતમી મળી હતી કે, આ ગેંગ બિહાર સાથે જોડાયેલી છે. જે બિહારથી ATM ક્લોનિંગની 50,000 રૂપિયા ખર્ચીને તાલીમ મેળવીને ગ્રાહકોના રૂપિયા ઉપાડી રહ્યા છે. આ બાતમીના આધારે દમણ પોલીસે 4 આરોપીઓને સુરતથી દબોચી લીધા હતા. આરોપીઓ સિક્યુરિટી વગરના ATM બૂથમાં જઈ ATM મશીનને ખોલી તેમાં પોતે બનાવેલી સ્કીમર મશીન ફીટ કરી ATM નો ડેટા ચોરી મોબાઇલ, લેપટોપ સાથે કનેક્ટ કરી 4 આંકડાનો પિન નંબર મેળવી ગ્રાહકોના બેન્ક ખાતામાંથી પૈસા ઉપાડી લેતા હતા.

અંદાજિત 200 જેટલા ગ્રાહકોને છેતર્યા હોવાનું બહાર આવ્યું

પોલીસે આ ચોર ટોળકીમાં સુભાષકુમાર ઉર્ફે શિવશંકર, સુરજ કુમાર ઉર્ફે રાજુ, પ્રેમશંકર ઉર્ફે રાજેશ, શિવપૂજન રમેશ શર્મા તમામ મૂળ બિહારના ગયા જિલ્લાના વતનીઓની ધરપકડ કરી તેમની પાસેથી મિનિડેક્સ 3, મેગ્નેટિક કાર્ડ રિડર એન્ડ રાઇટર (સ્કીમર મશીન), 39 બ્લેન્ક ATM કાર્ડ, 12 મોબાઈલ, એક મોટરસાયકલ, 1,44,900 રોકડ રૂપિયા, 47,900નું ઝવેરાત મળી કુલ 3,844,600 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ દમણ સિવાય વાપી, સુરતમાં અલગ-અલગ બેન્કના ATM માં આ તસ્કરીને અંજામ આપી અંદાજિત 200 જેટલા ગ્રાહકોને છેતર્યા હોવાનું બહાર આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.