દમણ જિલ્લા પોલીસવડા વિક્રમજીત સિંઘે બુધવારે માહિતી આપી હતી કે, તેમના એન્ટી કરપ્શન યુનિટની ટીમને મંગળવારે સાંજે એક જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી કે, દમણના પાસપોર્ટ સેવા કેન્દ્રમાં જુનિયર આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર કુમારે પાસપોર્ટમાં નામના સ્પેલિંગમાં રહેલી ભૂલને સુધારવા માટે 6 હજાર રૂપિયાની માંગણી કરી છે.
આ ફરિયાદ આધારે દમણ એન્ટી કરપ્શનની ટીમે બુધવારે સવારે ટ્રેપ ગોઠવી પાસપોર્ટ સેવા કેન્દ્રમાં ફરજ બજાવતા ધમેન્દ્ર કુમારને 6 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. એન્ટી કરપ્શન દ્વારા લાંચમાં ઝડપાયેલા કર્મચારી વિરુદ્ધ સેક્શન 7 પ્રિવેંશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં દમણ જિલ્લા પોલીસવડાએ જનતાને અપીલ કરી હતી કે, કોઈપણ નાગરિક પાસે કોઈપણ સરકારી અધિકારી-કર્મચારી લાંચની માંગણી કરે તો તેને લાંચ આપવાને બદલે દમણમાં લેખા ભવનમાં આવેલ એન્ટી કરપ્શન યુનિટમાં જાણ કરે જેથી આવા લાંચિયા કર્મચારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકાય.