દમણઃ કોરોના મહામારી અને લોકડાઉનમાં દમણ પ્રશાસને દમણની તમામ બોર્ડર સિલ કરી કોરોના મુક્ત રહેવામાં સફળતા મેળવી છે. લોકડાઉનના દિવસોમાં દમણની બોર્ડર સાથે જોડાયેલા ગુજરાતના કુંતા ગામની સરહદ પણ સિલ કરી હતી. જેને આજથી ખોલી નાખવામાં આવી છે. અને કુંતા ગામના લોકો ધંધા રોજગાર માટે દમણમાં આવાગમન કરી શકશે, તેવું દમણ કલેકટર રાકેશ મીનહાસે જણાવ્યું હતું.
દમણ પ્રશાસને ગુજરાતના કુંતા ગામે બોર્ડર ખુલી કરી ગામલોકોને દમણમાં પ્રવેશ આપ્યો - દરેક વ્યક્તિનું થર્મલ ચેકીંગ
દમણ અને ગુજરાતની સરહદ લોકડાઉનમાં સિલ કરી દીધા બાદ દમણમાં જ આવેલું અને દમણની સરહદથી જોડાયેલા કુંતા ગામના લોકો મુસીબતમાં મુકાયા હતાં. ગામના લોકોનો વેપારધંધો, રોજગારી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે દમણમાં જઇ શકતા ન હતા. આ સમસ્યામાંથી કુંતા ગામના લોકો બહાર નીકળી શક્યા છે.
દમણ પ્રશાસને ગુજરાતના કુંતા ગામે બોર્ડર ખુલી કરી, ગામલોકોને દમણમાં પ્રવેશ આપ્યો